HomeAllમોરબીમાં 2 બોલેરો ગાડીમાંથી 16 પાડાને કતલખાને લઈ જતા બચાવ્યા

મોરબીમાં 2 બોલેરો ગાડીમાંથી 16 પાડાને કતલખાને લઈ જતા બચાવ્યા

મોરબીના: ડાયમંડ નગર પાસેથી પસાર થતી જુદી જુદી બે બોલેરો ગાડીને ગૌરક્ષકો દ્વારા પોલીસની હાજરીમાં રોકીને ચેક કરવામાં આવી હતી ત્યારે તે બંનેમાંથી કુલ મળીને 16 જેટલા અબોલજીવ મળી આવ્યા હતા અને તે વાહનોમાં ઘાસચારો કે પાણીની કોઈપણ પ્રકારની વ્યવસ્થા રાખ્યા વગર કતલખાને લઈ જવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું જેથી આ બનાવ સંદર્ભે ગૌરક્ષકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને એક આરોપીને પકડી મુદામાલ કબ્જે કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી તાલુકાના ડાયમંડનગર ગામ પાસેથી પસાર થતી બોલેરો ગાડી નંબર જીજે 11 ઝેડ 8154 ને ગૌરક્ષકોએ પોલીસની હાજરીમાં રોકી હતી અને ચેક કરી હતી ત્યારે તે ગાડીની અંદરથી આઠ નંગ પાડા-પાડી મળી આવ્યા હતા અને તેમાં ઘાસચારો કે પાણીની કોઈપણ પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી રહી હતી તેમજ જરૂરી આધાર પુરાવા પણ સાથે રાખવામાં ન હતા. તેવી જ રીતે બોલેરો ગાડી નંબર જીજે 3 બી ડબલ્યુ 5085 ને રોકીને ચેક કરવા આવતા તેમાંથી પણ આઠ નંગ પાડા-પાડી મળી આવ્યા હતા જેથી હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગરમાં રહેતા અનિલભાઈ નરસીભાઈ અસવાર (33) એ બંનેસંગ ખીરાભા જામ રહે.

દ્વારકા બટીશા વાડી વિસ્તાર તથા ગંગાભા પુનાભા માણેક રહે. વસઈ જિલ્લો દેવભૂમિ દ્વારકા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જે પૈકી ગંગાભા પુનાભા માણેકને પકડીને મુદામાલ કબ્જે કરીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

Most Popular

Recent Comments