
રાજ્યસભાના: સાંસદ કેસરીસિંહ વાંકાનેર દ્વારા હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન LCA તેજસ જેટ્સના ડિઝાઇન, ઉત્પાદન તથા સંરક્ષણ ક્ષેત્રે સ્વદેશી ટેક્નોલોજીના વિકાસ અને કામગીરી અંગે માહિતી મેળવવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન સ્વદેશી ફાઈટર એરક્રાફ્ટ તેજસ સહિત સંરક્ષણ ક્ષેત્રે વિકસિત વિવિધ સંરક્ષણ પ્લેટફોર્મ અને આધુનિક ટેક્નોલોજી વિશે જાણકારી મેળવવાની તક મળી હતી. દેશની સુરક્ષા અને સંરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત બનાવવા HAL દ્વારા કરવામાં આવતી કામગીરી, સંશોધન તથા ટેક્નોલોજીકલ વિકાસની પ્રક્રિયાને નજીકથી નિહાળવામાં આવી હતી.

આદરણિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને મળેલા પ્રોત્સાહનથી દેશના સંરક્ષણ ક્ષેત્રમાં સ્વદેશી સંશોધન, ઉત્પાદન અને નવી ટેક્નોલોજીના વિકાસને નવી દિશા મળી રહી છે. સ્વદેશી તેજસ જેવા ફાઈટર એરક્રાફ્ટ આ ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતા અને ટેક્નોલોજીકલ ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યા છે.

આ મુલાકાતથી દેશના સંરક્ષણ ક્ષેત્રે ચાલી રહેલી પ્રગતિ, સ્વદેશી ટેક્નોલોજીની ક્ષમતા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ નજીકથી સમજવાનો અવસર મળ્યો હતો.






























