HomeAllઆઈટી રિટર્ન ફાઈલ કરવાની તા.31 ની ડેડલાઈન વધશે!

આઈટી રિટર્ન ફાઈલ કરવાની તા.31 ની ડેડલાઈન વધશે!

નવી દિલ્હી : સેલેરી કલાસ માટે આવકવેરા રિટર્ન ભરવાની આખર તારીખ 31 જુલાઈ નજીક આવી રહી છે અને તે સમયે સીસ્ટમમાં પણ રિટર્ન તથા માહિતી અપલોડ કરવામાં મુશ્કેલીઓ નડે છે.હાલમાં દિલ્હી, મુંબઈ, અમદાવાદ સહિત દેશભરમાં જે ભારે વરસાદ પડયો તેને કારણે ઓફિસો અને કચેરીઓમાં પણ લોકો માટે પહોંચવું મુશ્કેલ બની ગયું છે તે સંદર્ભમાં તા.31 જુલાઈની જે ડેડલાઈન છે તે વધારવા માંગ કરવામાં આવી છે.

હજુ આ વિકએન્ડમાં પણ ભારે વરસાદના સંકેત છે અને તેથી આખરી ઘડીએ વરસાદ સહિતની મુશ્કેલીઓને કારણે ડીઝીટલ કનેકશન મેળવવામાં પણ મુશ્કેલી પડી શકે છે જે સંદર્ભમાં જેઓ માટે 31 જુલાઈની આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન છે તેમાં વધારો કરવા માંગ થઈ છે. હવે આ અંગે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસ કઈ રીતે નિર્ણય લે છે તેના પર નજર છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments