HomeAllઆર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર અમેરિકાની મોટી કાર્યવાહી, દુનિયાભરના યુઝર્સ માટે આ સેવા બંધ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર અમેરિકાની મોટી કાર્યવાહી, દુનિયાભરના યુઝર્સ માટે આ સેવા બંધ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) ક્ષેત્રે વૈશ્વિક સ્તરે એક ખૂબ જ મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકી સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને અગ્રણી AI કંપની એન્થ્રોપિક વિરુદ્ધ એક કડક આદેશ જાહેર કર્યો છે. અમેરિકાના વાણિજ્ય મંત્રાલય દ્વારા કંપની પર નવા એક્સપોર્ટ-કન્ટ્રોલ નિયમો લાદવામાં આવ્યા છે. આ નવા નિયમો હેઠળ, અમેરિકાની અંદર કે બહાર રહેતા કોઈપણ વિદેશી નાગરિક, વિદેશી કર્મચારી અથવા બિન-અમેરિકી સંસ્થાને કંપનીના અદ્યતન AI પ્રોગ્રામ્સનો ઉપયોગ કરવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. વિદેશમાં અમેરિકી કંપની હોય તો પણ તેઓ આ મોડલનો ઉપયોગ નહીં કરી શકે. આ આદેશના પગલે એન્થ્રોપિકે વૈશ્વિક સ્તરે તેના સૌથી પાવરફૂલ AI મોડલ્સને ઑફલાઇન કરી દીધા છે.

કયા AI મોડલ્સ પર થઈ છે મોટી અસર?

Anthropicના જણાવ્યા અનુસાર, અમેરિકી સરકારના આ કડક આદેશ બાદ તેના તાજેતરમાં લોન્ચ થયેલા Fable 5 અને Mythos 5 AI મોડલ્સની સેવાઓ સંપૂર્ણપણે પ્રભાવિત થઈ છે. સરકારી નિર્દેશોનું પાલન સુનિશ્ચિત કરવા માટે કંપનીએ આ બંને શક્તિશાળી મોડલ્સની ઍક્સેસ તમામ ગ્રાહકો માટે અચાનક બંધ કરવી પડી છે. આ નિયમ એટલો કડક છે કે Anthropic કંપનીમાં કામ કરતા તેના પોતાના વિદેશી નાગરિકતા ધરાવતા કર્મચારીઓ પણ હવે આ મોડલ્સનો ઉપયોગ કે તેની સિસ્ટમ પર કામ કરી શકશે નહીં.

કંપનીએ શું આપી સ્પષ્ટતા?

Anthropic કંપનીએ સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, તેમને શુક્રવારે સાંજે અમેરિકી સરકાર તરફથી આ આદેશ મળ્યો હતો, જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ચિંતાઓનો હવાલો આપવામાં આવ્યો હતો. જોકે, પત્રમાં આ સુરક્ષા ચિંતાઓ અંગે કોઈ ચોક્કસ વિગતો આપવામાં આવી નથી.

કંપનીનું માનવું છે કે સરકારનું આ પગલું કોઈ ગેરસમજના કારણે હોઈ શકે છે. સરકારને એવી આશંકા છે કે Fable 5ના સેફ્ટી ફીચર્સને બાયપાસ કરી શકાય તેમ છે. કંપનીએ પ્રભાવિત થયેલા લાખો ગ્રાહકોની માફી માંગી છે અને આશ્વાસન આપ્યું છે કે તેઓ સરકાર સમક્ષ યોગ્ય ટેકનિકલ તથ્યો રજૂ કરીને વહેલી તકે સેવાઓ ફરી શરૂ કરવા માટે સક્રિય પ્રયાસો કરી રહ્યા છે.

Claudeના અન્ય મોડલ્સ સુરક્ષિત, સેવાઓ સામાન્ય રહેશે

AI યુઝર્સ માટે રાહતના સમાચાર એ છે કે Anthropic કંપનીના અન્ય લોકપ્રિય ‘Claude’ સીરિઝના મોડલ્સ પર આ આદેશની કોઈ અસર થવાની નથી. કંપનીની બાકીની તમામ AI સેવાઓ અને ચેટબોટ હંમેશની જેમ સામાન્ય રીતે ચાલુ રહેશે અને યુઝર્સ તેનો અવિરત લાભ લઈ શકશે.

શું છે Mythos 5 અને Fable 5?

Anthropic કંપનીએ તાજેતરમાં જ પોતાની અદ્યતન Mythos AI શ્રેણી વૈશ્વિક બજારમાં મૂકી હતી. આ મોડલ્સ અત્યંત શક્તિશાળી છે જે ખાસ કરીને નીચે મુજબના જટિલ કાર્યો માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે:

  • સાયબર સુરક્ષા માટે સિસ્ટમની સુરક્ષા ચકાસવી.
  • સોફ્ટવેર કોડિંગમાં રહેલી ખામીઓ શોધવી અને તેને ઠીક કરવી.
  • માત્ર પસંદગીની સંસ્થાઓ અને સંરક્ષણ ક્ષેત્રની જરૂરિયાતોને પૂરી કરવા.
    કંપનીએ Fable 5ને સામાન્ય યુઝર્સ માટે વધુ સેફ્ટી ગાર્ડરેલ્સ સાથે લોન્ચ કર્યું હતું, જ્યારે Mythos 5ને માત્ર અમુક સુરક્ષિત સરકારી અને સંશોધન ભાગીદારો માટે જ સીમિત રાખવામાં આવ્યું હતું. જોકે સાયબર હેકિંગ અને સંવેદનશીલ ડેટા લીક થવાના જોખમોને ટાપીને અમેરિકાએ આ મોટો નિર્ણય લીધો છે.
RELATED ARTICLES

Most Popular

Recent Comments