HomeAllભારતમાં દેખાશે 4 ગ્રહોની ગોઠવણી, જાણો ક્યારે અને ક્યાં મળશે બેસ્ટ વ્યૂ

ભારતમાં દેખાશે 4 ગ્રહોની ગોઠવણી, જાણો ક્યારે અને ક્યાં મળશે બેસ્ટ વ્યૂ

આ અઠવાડિયે આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના જોવા મળશે. એમાં બુધ, મંગળ, શનિ અને નેપ્ચ્યુન એકસાથે એક જ લાઇનમાં જોવા મળશે. આ ગ્રહોની ગોઠવણી 16 એપ્રિલથી 23 એપ્રિલ વચ્ચે જોવા મળશે. 18થી 20 એપ્રિલ દરમિયાન ખૂબ જ શ્રેષ્ઠ નજારો લોકોને જોવા મળશે. ખાસ કરીને 20 એપ્રિલે શનિ, મંગળ અને બુધ એટલા નજીક જોવા મળશે કે હાથ આગળ લંબાવી ત્રણ આંગળીઓની અંદર સમાઈ જાય એવા દેખાશે.

ગ્રહોની ગોઠવણી શું છે?

ગ્રહોની ગોઠવણી ત્યારે બને છે જ્યારે અનેક ગ્રહો આકાશના એક જ વિસ્તારમાં એકસાથે જોવા મળે છે. આપણા સૂર્યમંડળના તમામ ગ્રહો સૂર્યની આસપાસ લગભગ એકસરખી સપાટીમાં પરિભ્રમણ કરે છે. અનેક ગ્રહો જ્યારે સૂર્યની એક જ બાજુ હોય છે, ત્યારે પૃથ્વી પરથી તેઓ એક સાથે એક ખૂણામાં ગોઠવાયેલા દેખાય છે. જોકે, આ ઘટના સંપૂર્ણપણે કોઈ હાની પહોંચાડે એવી નથી. તેમ જ પૃથ્વી પર એની કોઈ અસર પડવાની નથી.
સૂર્યોદય પહેલાં મળશે શ્રેષ્ઠ નજારો

ભારતમાં આ ગ્રહોની ગોઠવણી જોવા મળશે, પરંતુ સ્થળ પ્રમાણે જોવા માટેની પરિસ્થિતિ બદલાઈ શકે છે. આ દ્રશ્ય જોવા માટે સૂર્યોદય પહેલાં આશરે 30 મિનિટ પહેલા આકાશ તરફ જોવાનું શરૂ કરવું જોઈએ. સવારે 5:00થી 5:50 IST દરમિયાન આકાશમાં જોવા માટેનો એકદમ ઉત્તમ સમય છે. બુધ સૌથી તેજસ્વી હોવાથી સરળતાથી જોવા મળશે, જ્યારે શનિ આકાશમાં થોડો નીચો હોવાથી સૂર્યોદયની કિરણોમાં અદૃશ્ય થઈ શકે છે.

દક્ષિણ ભારતને મળશે થોડો ફાયદો

બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નઈ અને કોચી જેવા દક્ષિણ ભારતીય શહેરોમાં આ દ્રશ્ય વધુ સ્પષ્ટ જોવા મળશે. દિલ્હી અને ચંડીગઢ જેવા ઉત્તર શહેરોમાં થોડી ઓછી સ્પષ્ટતા રહેશે. તેનું કારણ એ છે કે દક્ષિણ શહેરો ભૂમધ્યરેખા નજીક હોવાથી ગ્રહો આકાશમાં થોડા ઊંચા જોવા મળે છે. એપ્રિલ મહિનો સામાન્ય રીતે સ્વચ્છ આકાશ માટે ઓળખાય છે, કારણ કે જૂનથી મોન્સૂન શરૂ થાય તે પહેલાં આકાશ વધુ સ્પષ્ટ રહે છે. જોકે, નોર્થમાં પ્રદૂષણ પણ કારણ બની શકે છે.

સાંજે પણ જોવા મળશે આકાશનો ખાસ નજારો

સવારે વહેલા ઊઠી ન શકનાર વ્યક્તિ 18 એપ્રિલે સાંજે પણ એક સુંદર દ્રશ્ય જોઈ શકે છે. સૂર્યાસ્ત પછી આશરે 7:30 વાગ્યે પશ્ચિમ આકાશમાં ચંદ્રનો અર્ધચંદ્રાકાર અને તેજસ્વી શુક્ર ગ્રહ એકસાથે જોવા મળશે. આ ખગોળીય દ્રશ્ય માણવા માટે માત્ર ખુલ્લી જગ્યાએ જઈને પશ્ચિમ દિશામાં નજર કરવી પૂરતી રહેશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments