HomeAllદેવળીયા ખાતે શ્રી રાજપુત કરણીસેના હળવદ ટીમની કાર્યકારી બેઠક યોજાઈ

દેવળીયા ખાતે શ્રી રાજપુત કરણીસેના હળવદ ટીમની કાર્યકારી બેઠક યોજાઈ

હળવદ તાલુકાના દેવળીયા ગામ ખાતે શ્રી રાજપુત કરણીસેના હળવદ ટીમની કાર્યકારી બેઠક પ્રમુખશ્રી ઝાલા વિરપાલસિંહ ઢવાણાના વરદહસ્તે યોજાઈ હતી. બેઠક દરમિયાન સંગઠનના નવનિયુક્ત હોદેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું

તેમજ સામાજિક મુદ્દાઓ અંગે ચિંતન-મંથન કરવામાં આવ્યું હતું.બેઠકમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા જણાવાયું હતું કે તાલુકામાં સમાજ તેમજ અન્ય કોઈપણ સમાજ પર અન્યાય થતો હશે તો શ્રી રાજપુત કરણીસેના હળવદ ટીમ હંમેશા સમાજના પડખે ઉભી રહેશે અને સમાજના દુઃખ-સુખમાં સહભાગી બનશે.

આ પ્રસંગે મોરબી જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજા, સૌરાષ્ટ્ર સોશિયલ મીડિયા ઈનચાર્જ લક્ષ્મણસિંહ માલણીયાદ, સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય હોદેદાર વિજયસિંહ તથા રાણાજી ભલગામડા, હળવદ ટીમ પ્રભારી જીગ્નેશસિંહ સાપકડા, મોરબી તાલુકા પ્રમુખ રવિરાજ સાપર સહિત મોરબી જિલ્લા સંગઠનના હોદેદારો અર્જુનસિંહ દિઘડીયા, વિજયસિંહ ધનાળા, મયુરસિંહ ઘણાદ, સુરેન્દ્રસિંહ સાપકડા, અજયસિંહ કોયબા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

તે ઉપરાંત તાલુકા સંગઠનના હોદેદારો કિરીટસિંહ દિઘડીયા, માર્ગદર્શક વિશ્વરાજસિંહ ધનાળા, કીર્તીરાજસિંહ ચરાડવા, રાજદીપસિંહ માલણીયાદ, મહિપાલસિંહ ઈગોરાળા, અજયસિંહ ખોડ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ટપર, અર્જુનસિંહ માલણીયાદ, કુલદીપસિંહ લીયા, પ્રતિપાલસિંહ દિઘડીયા, પ્રવિણસિંહ દિઘડીયા, શક્તિસિંહ ખોડ સહિતના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન દેવળીયા ક્ષત્રિય સમાજ દ્વારા શ્રી રાજપુત કરણીસેના હોદેદારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપપ્રમુખ ગંભીરસિંહ દેવળીયા, હરદેવસિંહ તેમજ દેવળીયા ગામના હોદેદારો અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ વિશેષ જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments