HomeAll‘ડિજિટલ એરેસ્ટ’ રોકવા માટે વોટસએપ લાવશે નવું ફીચર !

‘ડિજિટલ એરેસ્ટ’ રોકવા માટે વોટસએપ લાવશે નવું ફીચર !

દેશમાં વધી રહેલાં ’ડિજિટલ અરેસ્ટ’ અને ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓને રોકવા માટે વોટ્સએપ હવે વધુ કડક પગલાં લઈ રહ્યું છે. વોટ્સએપે કેન્દ્ર સરકારને જણાવ્યું છે કે તેઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ પર આધારિત એવી સિસ્ટમ તૈયાર કરી છે જે પોલીસ કે તપાસ એજન્સીઓના લોગોનો ખોટો ઉપયોગ કરનારાઓને પકડી પાડશે.

ઘણીવાર ઠગો પોલીસ અધિકારી બનીને અથવા સત્તાવાર લોગોનો ઉપયોગ કરીને લોકોને ડરાવે છે, પરંતુ હવે વોટ્સએપની નવી ટેકનોલોજી આવા શંકાસ્પદ એકાઉન્ટ્સને ઓળખી લેશે અને યુઝર્સને તરત જ ચેતવણી (એલર્ટ) આપશે. તપાસ એજન્સીઓ સાથે સહયોગ અને નવા ફેરફાર વોટ્સએપે ખાતરી આપી છે કે તે છેતરપિંડી કરનારા નેટવર્ક અને પોલીસના નામે ખોટા કામ કરનારાઓ વિરૂધ્ધ સમયસર પગલાં લેવા માટે ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) અને તપાસ એજન્સીઓને પૂરો સહકાર આપશે.

ખાસ કરીને ’ડિજિટલ અરેસ્ટ’ જેવા કિસ્સાઓમાં, જ્યાં કલાકો સુધી વીડિયો કોલ ચાલું રાખીને લોકોને લૂંટવામાં આવે છે, તેને રોકવા માટે વોટ્સએપ એક મહિનામાં વધુ ટેકનિકલ પગલાં રજૂ કરશે.

એટોર્ની જનરલ આર. વેંકટરમણીએ સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં આ અહેવાલ રજૂ કર્યો છે, જેમાં ટેલિકોમ વિભાગ અને બેંકો સાથે મળીને આ સ્કેમ રોકવાની યોજના તૈયાર કરવામાં આવી છે. સીમ કાર્ડ લેવા માટે બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત સાયબર ગુનાઓને જડમૂળથી નાબૂદ કરવા માટે સરકાર હવે સીમ કાર્ડ આપવાની પ્રક્રિયામાં પણ મોટો ફેરફાર કરી રહી છે.

હવેથી તમામ ટેલિકોમ કંપનીઓએ સીમ કાર્ડ આપતા પહેલા બાયોમેટ્રિક વેરિફિકેશન જેમ કે ફિંગરપ્રિન્ટ કરવું પડશે. ડિસેમ્બર 2026 સુધીમાં આ આખી સિસ્ટમ તૈયાર થઈ જશે, જેનાથી એક જ વ્યક્તિ અલગ-અલગ કંપનીઓમાંથી ખોટી રીતે અનેક સીમ કાર્ડ મેળવી શકશે નહીં. આ ઉપરાંત, સીમ કાર્ડ વેચનારા એજન્ટો પર પણ નજર રાખવામાં આવશે જેથી ગુનેગારો નકલી આઈડી પર સીમ કાર્ડ એક્ટિવેટ ન કરી શકે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments