HomeAllગુજરાતીઓ માટે સારા સમાચાર: નર્મદા ડેમની જળ સપાટી વધીને 126.79 મીટર થઈ

ગુજરાતીઓ માટે સારા સમાચાર: નર્મદા ડેમની જળ સપાટી વધીને 126.79 મીટર થઈ

નર્મદા ડેમના CHPH પાવરહાઉસના ત્રણ યુનિટ ચાલુ કરાયા છે. ગુજરાત માટે સિંચાઈ અને પીવાના પાણીમાં મેઇન કેનાલમાં 16223 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમ આજે પણ 57 ટકા ભરાયેલો છે.

નર્મદા: 15મી જૂને ગુજરાત પહોંચનારું ચોમાસું હજી આવ્યું નથી. તો હાલ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના ખેડૂતો ચોમાસા અને સાર્વત્રિક વરસાદની રાહ જોઈને બેઠા છે. ત્યારે ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધીને 126.79 મીટર થઈ ગઈ છે. નર્મદા ડેમ 57 ટકા ભરાયેલો છે. (ફાઇલ તસવીર)


આ અંગે મળતી માહિતી પ્રમાણે, સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 16755 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેથી મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર ડેમના પાવર હાઉસ ચાલુ કરાયા છે. હાલ નર્મદા ડેમની સપાટી 126.79 મીટરે પહોંચી છે.
નર્મદા ડેમના CHPH પાવરહાઉસના ત્રણ યુનિટ ચાલુ કરાયા છે. ગુજરાત માટે સિંચાઈ અને પીવાના પાણીમાં મેઇન કેનાલમાં 16223 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમ આજે પણ 57 ટકા ભરાયેલો છે. નર્મદા ડેમમાં કુલ 3324 MCM ક્યુસેક લાઇવ સ્ટોરેજ પાણી છે. (ફાઇલ તસવીર)

હાલ ગુજરાત તરફ આવી રહેલું ચોમાસું 8 જૂનના રોજ મહારાષ્ટ્રના જે વિસ્તારો તરફ કેન્દ્રિત થયું હતું, ત્યાં જ થંભી ગયું છે. પરંતુ હવે ત્યાંથી ચોમાસું આગળ વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગનું કહેવું છે કે, ચોમાસું આગળ વધશે અને મહારાષ્ટ્રના કેટલાક વધુ વિસ્તારો તરફ પહોંચશે. અરબી સમુદ્રની આસપાસના વિસ્તારો એટલે કે કોંકણ અને ગોવામાં આગામી 23-24 જૂનની આસપાસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મુંબઈમાં પણ વરસાદ વધવાની શરૂઆત થઈ જશે.ચોમાસું આગળ વધવાની સાથે મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને તેંલગાણાના બાકીના ભાગોને ચોમાસું કવર કરશે, એ બાદ ગુજરાતનો વારો આવશે.

હવામાન વિભાગે 21 જૂનના રોજ રિલીઝ કરેલા બુલેટિનમાં અપાયેલી આગાહી મુજબ, 22 જૂને રાજ્યમાં ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ સિવાયના બાકીના જિલ્લામાં રાજ્યમાં શુષ્ક હવામાન રહેવાની આગાહી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments