હવામાન વિભાગની આગાહી: બંગાળની ખાડીની સિસ્ટમ અનેક રાજ્યોમાં કહેર વર્તાવશે

ગુજરાત-મધ્ય ભારતના રાજ્યો સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં હજુ ચાર-પાંચ દિવસ ચોમાસાનો વર્તમાન રાઉન્ડ ચાલુ રહેવાની તથા ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તર પશ્ર્ચિમી બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેસરથી વાતાવરણ સાનુકુળ છે અને ચોમાસુ હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ગુજરાત તથા ઉતરીય અરબી સમુદ્રમાં આગળ વધી જશે.

હવામાન ખાતાના રીપોર્ટ પ્રમાણે કોંકણ, ગુજરાત રીજીયન, મધ્ય મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, ઓડિશા તથા મધ્ય મહારાષ્ટ્રમાં અમુક સ્થળોએ વધારે ભારે વરસાદ થવાની સંભાવના છે.

મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ તથા કેરળ માટે રેડએલર્ટ જારી કરવામાં આવ્યું છે. પંજાવડમાં ભારે વરસાદથી જળબંબાકાર છે. કેરળમાં નદીઓ ગાંડીતૂર બનતા તથા જળાશયોમાં નવા પાણીથી પૂર, ભૂસ્ખલનની ચેતવણી આપવામાં આવી છે. બંગાળની ખાડીની સિસ્ટમ વધુ મજબુત બનવાની આશંકાથી પશ્ર્ચિમ બંગાળ તથા ઓડિશાને એલર્ટ રહેવાના આદેશો કરવામાં આવ્યા છે.





















