HomeAllહોર્મુઝની ખાડી મુદ્દે અમેરિકાની આડોડાઈ વિશ્વને વધુ નડશે

હોર્મુઝની ખાડી મુદ્દે અમેરિકાની આડોડાઈ વિશ્વને વધુ નડશે

યૂનાઈટેડ સ્ટેટ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે, અમેરિકા દ્વારા સંપૂર્ણ નાકાબંધી નહીં પણ ટાર્ગેટેડ બ્લોકેજ ઊભો કરવામાં આવશે. તેનો સીધો અર્થ એવો છે કે, અમેરિકા દ્વારા માત્ર એવા જ જહાજોને રોકવામાં આવશે જે ઈરાનના બંદરોએથી આવતા હશે અથવા તો ઈરાનના બંદરો સુધી જતા હશે : હોર્મુઝની ખાડી દુનિયાનો મહત્ત્વનો ચોક પોઈન્ટ ગણાય છે. તેને ચિકન નેક પણ કહેવામાં આવે છે. તેની પહોળાઈ માત્ર 33 કિલોમીટર છે પણ વાસ્તવિકતામાં જહાજોને પસાર થવા દેવાની પહોળાઈ તો માત્ર 3.7 કિલોમીટરની જ છે. તેના કારણે જ આ જગ્યા રણનીતિક દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશિલ અને મહત્ત્વની બની જાય છે : ઈરાન પાસે આ વિસ્તારમાં એન્ટિ શિપ મિસાઈલો, હજારો સમુદ્રી સુરગો અને લાખોની સંખ્યામાં નાની નાની એમ્યુનિશન બોટ, મિસાઈલો, રોકેટ અને ડ્રોન છે જે અમેરિકાના મોટા મોટા જહાજોને પણ ભારે નુકસાન પહોંચાડી શકે છે અને લાગ આવે તો ડૂબાડી પણ શકે છે. આ રસ્તો ખૂબ જ નાનો અને સાંકડો છે તેથી અમેરિકી જહાજો અને સેના ચોક્કસ ક્ષેત્રથી આગળ વધી શકે તેમ જ નથી

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કામચલાઉ ધોરણે યુદ્ધ વિરામ થકી ૧૪ દિવસ માટે અટકાવાયું હતું. આ દરમિયાન પાકિસ્તાનના મધ્યસ્થીના નામે ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલા નેતાઓ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ચર્ચા કરવા ભેગા થયા હતા. ત્રણે દેશો વચ્ચેની શાંતિવાર્તા નિષ્ફળ ગયાની સોમવારે અધિકારિક જાહેરાત કરવામાં આવી હતી. આ ચર્ચા વિચારણા દરમિયાન ઈરાને જે શરતો મુકી હતી તેના કારણે ટ્રમ્પ વધારે અકળાયા હતા. તેમણે આ વાર્તા રદ થયા બાદ ચેતવણી ઉચ્ચારી હતી કે, હવે હોર્મુઝની ખાડીમાંથી તે એકપણ જહાજ પસાર થવા નહીં દે. તેણે સમગ્ર ખાડીની આસપાસ નાકાબંદી કરવાની જાહેરાત કરી હતી અને તે દિશામાં કામગીરી પણ શરૂ કરી દીધી હતી.

જાણકારો માને છે કે, અમેરિકા દ્વારા ભલે શેખી મારવામાં આવતી પણ તેઓ હોર્મુઝની ખાડીની નાકાબંધી કરી શકે તેમ જ નથી.

જો આ ખાડીની નાકાબંધી કરવામાં આવે તો દુનિયાભરમાં ક્રૂડ અને ગેસ ઉપરાંત અન્ય વસ્તુઓનો સપ્લાય સદંતર અટકી જાય અને ચારેકોર ભયાનક સ્થિતિ ઊભી થાય. તેના કરતા પણ મોટી બાબત એ છે કે, ખરેખર અમેરિકા આ હોર્મુઝની ખાડી બંધ કરી શકે છે તે માની લેવું કે નહીં.

જાણકારોનો અહેવાલ છે કે, અમેરિકા ધારે તો પણ ૩૩ કિલોમીટર પહોળો આ જળમાર્ગ બંધ કરી શકે તેમ નથી. તે અહીંયા નાકાબંધી કરવા તહેનાત પણ થઈ શકે તેમ નથી. ઈરાને દરિયામાં એટલા બધા મરીન માઈન્સ બિછાવ્યા છે કે ક્યારે કઈ માઈન્સ ફાટે કોઈને ખબર નથી. બીજી તરફ અમેરિકાએ બે મોટા યુદ્ધ જહાજ આ ખાડીમાં તહેનાત કરી દીધા છે જે બાકીના જહાજો ઉપર દબાણ ઊભું કરશે.

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે પોતાના પહેલા નિવેદનમાં કહ્યું હતું કે, હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા દરેક જહાજને અમેરિકા દ્વારા રોકવામાં આવશે. તેના થકી લાગશે કે હોર્મુઝની ખાડીમાં બ્લોકેજ ઊભો થયો છે. ત્યારબાદ થોડા સમય પછી યૂનાઈટેડ સ્ટેટ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે, અમેરિકા દ્વારા સંપૂર્ણ નાકાબંધી નહીં પણ ટાર્ગેટેડ બ્લોકેજ ઊભો કરવામાં આવશે. તેનો સીધો અર્થ એવો છે કે, અમેરિકા દ્વારા માત્ર એવા જ જહાજોને રોકવામાં આવશે જે ઈરાનના બંદરોએથી આવતા હશે અથવા તો ઈરાનના બંદરો સુધી જતા હશે. બીજી તરફ સાઉદી અરબ, યુએઈ અને કુવૈત જેવા સાથી દેશોના બંદરોએ આવન-જાવન કરતા જહાજોને રાહત આપવામાં આવશે.

ટ્રમ્પનો દાવો છે કે, ઈરાન દ્વારા આ રસ્તેથી પસાર થતા જહાજો પાસેથી ગેરકાયદે ટોલ વસુલવામાં આવી રહ્યો છે. અમેરિકા ક્યારેય આવું કામ ચલાવી લેશે નહીં. હું કોઈપણ ભોગે ઈરાનને આવા ટોલ વસુલવા દઈશ નહીં. ઉલ્લેખનીય છે કે, જેમ હાઈવે ઉપરથી ગાડીઓ પસાર થાય અને તેની પાસેથી ટોલ વસુલવામાં આવે છે તેમ ઈરાન દ્વારા હોર્મુઝની ખાડીમાંથી પસાર થનારા જહાજો પાસેથી ટોલ વસુલવામાં આવશે. ટ્રમ્પે જણાવ્યું કે, ઈરાન દ્વારા જે કરવામાં આવી રહ્યું છે તે આંતરરાષ્ટ્રીય મરિન કાયદાઓનું ઉલ્લંઘન છે. કાયદાનો ભંગ કરીને જહાજો પાસેથી ગેરકાયદે ટોલ વસુલાતને અમેરિકા અટકાવશે.

માનવામાં આવી રહ્યું છે કે, આ કામગીરી ધારવામાં આવે તેટલી સરળ નથી. હોર્મુઝની ખાડી દુનિયાનો મહત્ત્વનો ચોક પોઈન્ટ ગણાય છે. તેને ચિકન નેક પણ કહેવામાં આવે છે. તેની પહોળાઈ માત્ર ૩૩ કિલોમીટર છે પણ વાસ્તવિકતામાં જહાજોને પસાર થવા દેવાની પહોળાઈ તો માત્ર ૩.૭ કિલોમીટરની જ છે. તેના કારણે જ આ જગ્યા રણનીતિક દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશિલ અને મહત્ત્વની બની જાય છે. ટેકનિલકી અમેરિકા પાસે નૌસેનાના વિશાળ યુદ્ધ જહાજો અને અન્ય જહાજો છે કે તે આ ખાડીને બંધ કરીને તેના ઉપર બ્લોકેજ ઊભું કરી શકે છે. તે સ્થિતિને કાબુ કરવાની ક્ષમતા ધરાવે છે પણ તે આ કામ કરી શકે કે કેમ ત્યાં સૌથી મોટો પડકાર રહેલો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments