
હવે PNG કનેક્શન માટે સેન્ટ્રલાઈઝ્ડ પોર્ટલ આવી જશે, તો કોઈ પણ નાગરિક સીધા એક જ વેબસાઈટ પર જઈને નવા PNG કનેક્શન માટે ઓનલાઈન અરજી કરી શકશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ યોજના અંગેની ઓફિશિયલ જાહેરાત આવતા થોડા દિવસો કે અઠવાડિયામાં થઈ શકે છે.

PNG કનેક્શન લેવા માંગતા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. જો તમે પણ દર મહિને એલપીજી (LPG) સિલિન્ડર બુક કરાવવો, તેની ડિલિવરી માટે રાહ જોવી અને વધતી કિંમતોથી પરેશાન હોવ તો સરકાર હવે એવી વ્યવસ્થા લાવવા જઈ રહી છે, જેના પછી તમને એલપીજીની ઝંઝટમાંથી હંમેશા માટે છૂટકારો મળી જશે અને ઘરે બેઠા માત્ર એક ક્લિકમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્શન મળી જશે. ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ના એક રિપોર્ટ મુજબ, સરકાર PNG કનેક્શન માટે એક નેશનલ સેન્ટ્રલાઈઝ્ડ પોર્ટલ (National Centralized Portal) શરૂ કરવા માટે ગંભીરતાથી કામ કરી રહી છે.

હાલમાં ગ્રાહકોને પોતાના વિસ્તારમાં આવેલી ખાનગી કે સરકારી સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) કંપનીને અરજી આપવી પડે છે. આ પ્રક્રિયામાં ઘણો સમય જાય છે અને દોડધામ પણ વધારે થાય છે. હવે PNG કનેક્શન માટે સેન્ટ્રલાઈઝ્ડ પોર્ટલ આવી જશે, તો કોઈ પણ નાગરિક સીધા એક જ વેબસાઈટ પર જઈને નવા PNG કનેક્શન માટે ઓનલાઈન અરજી કરી શકશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ યોજના અંગેની ઓફિશિયલ જાહેરાત આવતા થોડા દિવસો કે અઠવાડિયામાં થઈ શકે છે.

કનેક્શન આપવા માટે સમયમર્યાદા નક્કી થશે- પોર્ટલ પર અરજી આવ્યા પછી સંબંધિત વિસ્તારમાંની ગેસ વિતરણ કંપનીએ નક્કી કરેલી સમયમર્યાદા અંદર ગ્રાહકના ઘરે પાઈપલાઈન કનેક્શન આપવું પડશે. સરકાર આ પોર્ટલ દ્વારા કંપનીઓના કામની રિયલ ટાઈમ મોનિટરિંગ પણ કરશે. સરકાર ગેસ ગ્રિડના નકશા પણ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી રહી છે. જેથી ગ્રાહકો પોતાના મોબાઈલ કે કમ્પ્યુટરમાં જોઈ શકે કે તેમના ઘર કે સોસાયટી પાસે PNGની મુખ્ય પાઈપલાઈન પસાર થાય છે કે નહીં. જો કે, નેચરલ ગેસ પાઈપલાઈનોના નકશા જાહેર કરવાથી કેટલીક સુરક્ષા સંબંધી ચિંતાઓ ઊભી થઈ શકે છે.

LPGમાંથી PNG તરફ પરિવર્તન માટે તૈયારી- આ પગલું સરકારના એ અભિયાનનો ભાગ છે, જેમાં ઘરેલુ અને વ્યાવસાયિક એલપીજીએ ગ્રાહકોને જ્યાં શક્ય હોય ત્યાં PNGમાં પરિવર્તિત કરવા માટે પ્રયત્ન થઈ રહ્યો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાના કારણે LPG સપ્લાય પર સૌથી વધુ અસર પડી છે. ભારત પોતાની LPGની જરૂરિયાતમાંથી લગભગ 60% આયાત કરે છે અને તેમાં પણ લગભગ 90% આયાત પશ્ચિમ એશિયાથી આ જ દરિયાઈ માર્ગે આવે છે. જો કે, પશ્ચિમ એશિયામાં સપ્લાય ખોરવાતા નેચરલ ગેસની ઉપલબ્ધિ પર પણ અસર થઈ છે, પણ સ્થિતિ LPGની તુલનામાં ઘણી સારી છે. ભારત પોતાની નેચરલ ગેસની જરૂરિયાતમાંથી લગભગ 50% આયાત કરે છે.

PNG કનેક્શનોમાં વધારો- માર્ચ પછી 8.6 લાખ નવા PNG કનેક્શનો દ્વારા ગેસ સપ્લાય શરૂ થઈ ગઈ છે. 3 લાખ વધારાના ઘરો સુધી કનેક્શન પહોંચાડવા માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર છે. 8.8 લાખ નવા ગ્રાહકો PNG માટે રજિસ્ટ્રેશન કરી ચૂક્યા છે. 31 મે સુધી 78,000થી વધુ ગ્રાહકો પોતાનું એલપીજીએ કનેક્શન સ્વેચ્છાએ સરેન્ડર કરી ચૂક્યા છે.

સરકારના અંદાજ મુજબ, દેશમાં હજુ પણ લગભગ 60 લાખ એવા પરિવારો છે, જેમના ઘરની નજીક PNG નેટવર્ક ઉપલબ્ધ હોવા છતાં તેઓ હજુ પણ એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરે છે. નવું પોર્ટલ આવી જશે પછી આ બધા પરિવારોને PNGના સર્કલ હેઠળ લાવવા ખૂબ જ સરળ બની જશે.






















