HomeAllહવે હાઇ-વે પર 60 કિમીથી ઓછા અંતરે ટોલનાકા નહીં હોય : નવી...

હવે હાઇ-વે પર 60 કિમીથી ઓછા અંતરે ટોલનાકા નહીં હોય : નવી માર્ગદર્શિકા જારી

દેશમાં હાલ 130 સ્થળોએ 60 કીમીમાં જ બે-બે ટોલનાકા : 22 ટોલ પ્લાઝામાં 30 કીમીથી પણ ઓછુ અંતર

દેશના ધોરી માર્ગો પર ટોલટેક્સના નિયમોમાં બદલાવ વચ્ચે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે જે અંતગ4ત હવે નવા હાઇવે પર 60 કિલોમીટરના અંતર પૂર્વે ટોલનાકા નહીં હોય, કેન્દ્ર સરકાર દ્વારા હાઇવે-ટોલનાકા સંબંધી નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે અને તેનું સખ્તાઇથી પાલન કરવા માટે અધિકારીઓની ઉચ્ચસ્તરીય સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે.

પ્રવર્તમાન સ્થિતિએ દેશમાં 130 સ્થળો એવા છે જ્યાં વાહન ચાલકોએ 60 કિમીમાં બે-બે વખત ટોલટેક્સ ચુકવવા પડે છે. 22 ટોલ પ્લાઝા તો એવા છે જેમાં અંતર 30 કીમી કરતાં પણ ઓછું છે.

આ મામલે હવે માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે અને તેનું પાલન કરાવવા માટે હાઇવે ઓથોરીટીના સભ્યની અધ્યક્ષતામાં ટોલ કમીટીનું ગઠન કરવામાં આવ્યું છે.

હાઇવે નિર્માણ કંપની તથા કોન્ટ્રકાટર 60 કીમીથી ઓછા અંતરમાં બીજુ ટોલનાકુ સ્થાપવા માગેં અને શહેરી વિસ્તારથી 10 કિમીના વિસ્તારમાં ટોલનાકુ ઉભું કરવા માંગે તો કમીટી પાસેથી ખાસ પૂર્વ મંજુરી મેળવવી પડશે એટલું જ નહીં હાઇવેનું નિર્માણ શરૂ કરાયા પૂર્વે જ મંજુરી અનિવાર્ય રહેશે.

માર્ગદર્શક નિયમોમાં કોઇ છૂટછાટ આપતા પૂર્વે કંપનીઓને એડવાન્સ ડીજીટલ પ્લેટફોર્મ તથા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે. હાઇવે નિર્માણનું 95 ટકા કામ પૂર્ણ થવાના સંજોગોમાં ટોલટેક્સનું નોટિફીકેશન જારી કરવાનું ફરજીયાત બનાવાયું છે. નવી માર્ગદર્શિકાથી હાઇવે પ્રોજેક્ટોમાં પારદર્શિતા આવવાનો દાવો કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments