

મોરબીના સનાળા રોડ પર આવેલ નવા બસ સ્ટેશન પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનની ઉપવાસી છાવણી સુધીની એક સ્કૂટર રેલીનું મહિલાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતોની લડતમાં અંત સુધી મહિલાઓએ લડી લેવા માટે તેઓનું સમર્થન આપ્યું છે .

સાથોસાથ જો આ રેલી પછી પણ હવે સરકાર ખેડૂતોનો પ્રશ્ન નહીં ઉકેલે તો આગામી સમયમાં ગાંધીનગર સુધીની રેલી યોજવાની ચીમકી ઉચ્ચારવામાં કવિ છે.
જેતપર ગામે આંદોલનને 11 દિવસ થયા છે તેમ છતાં સરકાર દ્વારા કે પછી ખાનગી કંપની દ્વારા ખેડૂતોના આંદોલનનો સુખદ અંત આવે તે પ્રકારના કોઈ નક્કર નિર્ણયો લેવામાં આવ્યા નથી. દરમિયાન ગઈકાલે શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશન પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી જેતપર ગામે આવેલ ખેડૂતોની ઉપવાસી છાવણી સુધીની એક સ્કૂટર રેલીનું મહિલાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું .

જેમાં મોટી સંખ્યામાં સ્કૂટર સાથે મહિલાઓ જોડાઈ હતી અને મોરબી શહેરના જુદા જુદા સોસાયટી વિસ્તાર, મહેન્દ્રનગર સહિતના ગ્રામ્ય વિસ્તારમાંથી મહિલાઓ સ્કૂટર રેલીમાં જોડાઈ હતી જ્યારે આ રેલી જેતપર ગામે પહોંચી ત્યારે “જય જવાન જય કિસાન” અને “ગામની જમીન ગામની નથી કોઈના બાપની” વિગેરે જેવા સુત્રોચ્ચાર મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા હતા અને ખેડૂતોનો પ્રશ્ન હવે જો સરકાર દ્વારા નહીં ઉકેલવામાં આવે તો આગામી સમયમાં આવી જ સ્કૂટર રેલી જેતપરથી ગાંધીનગર સુધી કરવાની ચીમકી મહિલાઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

























