
અંજાર, તા. 27 જૂન: અંજાર શહેર ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ તરીકે યુવા, કર્મઠ અને લોકપ્રિય આગેવાન કિંજલભાઈ બુદ્ધભટ્ટીની સત્તાવાર વરણી કરવામાં આવતા સમગ્ર શહેરમાં આનંદ અને હર્ષની લાગણી પ્રસરી ગઈ છે.

તેમની આ નિમણૂકને લઈને શુભેચ્છકો, સમાજના આગેવાનો તેમજ કાર્યકરો દ્વારા અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.

મારૂ કંસારા સોની જ્ઞાતિના સક્રિય અને સ્પષ્ટ વક્તા તરીકે ઓળખ ધરાવતા કિંજલભાઈ બુદ્ધભટ્ટી લાંબા સમયથી સામાજિક અને જાહેર જીવનમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. નાની ઉંમરમાં જ તેમણે સમાજસેવા, સંગઠન અને જનહિતના કાર્યો દ્વારા આગવી ઓળખ ઉભી કરી છે. તેમની આ મહત્વપૂર્ણ રાજકીય જવાબદારી સમગ્ર મારૂ કંસારા સોની સમાજ માટે ગૌરવની ક્ષણ બની છે.

સમાજના પ્રશ્નોને યોગ્ય મંચ સુધી પહોંચાડવા, યુવાનોને સકારાત્મક દિશામાં પ્રેરિત કરવા તેમજ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય સહભાગી બનવા માટે કિંજલભાઈ સતત પ્રયત્નશીલ રહ્યા છે. તેમની નિષ્ઠા, સંગઠન કૌશલ્ય અને કાર્યકર્તા તરીકેની મજબૂત ઓળખને ધ્યાનમાં રાખી પાર્ટીએ તેમના પર મૂકેલો વિશ્વાસ નિશ્ચિતપણે સાર્થક સાબિત થશે તેવી લાગણી કાર્યકરો અને શુભેચ્છકો વ્યક્ત કરી રહ્યા છે. (અહેવાલ : મહેશએલ. સોની)

























