HomeAllક્રૂઝ શિપ પર હેન્ટાવાઇરસનો કેર: પેસેન્જરોને ટ્રેસ કરવા વિશ્વભરમાં દોડધામ, WHOએ આપી...

ક્રૂઝ શિપ પર હેન્ટાવાઇરસનો કેર: પેસેન્જરોને ટ્રેસ કરવા વિશ્વભરમાં દોડધામ, WHOએ આપી ચેતવણી

દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં સફર કરી રહેલા ‘MV Hondius’ નામના ક્રૂઝ શિપમાં જીવલેણ હેન્ટાવાઇરસના આઉટબ્રેકને કારણે વિશ્વભરની આરોગ્ય એજન્સીઓ ઍલર્ટ થઈ ગઈ છે. આ આઉટબ્રેકની સત્તાવાર પુષ્ટિ થાય તે પહેલાં જ 12 અલગ-અલગ દેશોના 29 મુસાફરો જહાજ છોડીને પોતપોતાના દેશ જવા રવાના થઈ ગયા હતા, જેમને હવે ટ્રેસ કરવા માટે વૈશ્વિક સ્તરે ‘રેસ’ શરૂ થઈ છે.

શું છે સમગ્ર ઘટના?

આ આઉટબ્રેકની શરૂઆત ત્યારે થઈ જ્યારે 24 એપ્રિલના રોજ સેન્ટ હેલેના ટાપુ પર જહાજ રોકાયું હતું. ત્યાં સુધીમાં એક મોત થઈ ચૂક્યું હતું, પરંતુ તેને કુદરતી ગણવામાં આવ્યું હતું. આ સ્ટોપ દરમિયાન અમેરિકા અને બ્રિટન સહિતના 29 મુસાફરો ઉતરી ગયા હતા. ત્યારબાદ 4 મેના રોજ પ્રથમ કેસની પુષ્ટિ થઈ હતી. અત્યાર સુધીમાં આ વાઇરસને કારણે 3 લોકોના મોત થયા છે.

WHOએ આપી રાહત, પણ સતર્ક રહેવા સૂચના

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન(WHO)ના ડૉ. મારિયા વાન કેરખોવે સ્પષ્ટતા કરી છે કે આ કોઈ કોવિડ જેવી વૈશ્વિક મહામારીની શરૂઆત નથી. જોકે, સંસ્થાના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયસસે જણાવ્યું કે આ વાઇરસનો ઇન્ક્યુબેશન પિરિયડ 6 અઠવાડિયા સુધીનો હોઈ શકે છે, તેથી નવા કેસો આવવાની શક્યતા નકારી શકાય નહીં.

વિશ્વના વિવિધ દેશોમાં સ્થિતિ:

નેધરલૅન્ડ

ત્રણ દર્દીઓની સારવાર ચાલી રહી છે, જેમાં એક 41 વર્ષીય ડૉક્ટર અને બ્રિટિશ ગાઇડ માર્ટિન એન્સ્ટીનો સમાવેશ થાય છે.

સ્વિટ્ઝર્લૅન્ડ

એક પોઝિટિવ કેસ ઝ્યુરિચની હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અમેરિકા

CDC દ્વારા જ્યોર્જિયા, કેલિફોર્નિયા અને એરિઝોના ગયેલા મુસાફરો પર દેખરેખ રાખવામાં આવી રહી છે.

બ્રિટન

પરત ફરેલા મુસાફરોને 45 દિવસ માટે સેલ્ફ-આઇસોલેશનમાં રહેવા જણાવાયું છે.

સ્પેન

જહાજ હવે ટેનરીફ તરફ જઈ રહ્યું છે, જ્યાં સ્પેનિશ નાગરિકોને લશ્કરી હૉસ્પિટલમાં ખસેડવામાં આવશે.

વાઇરસ ક્યાંથી આવ્યો?

નિષ્ણાતોના મતે, આ ચેપ આર્જેન્ટિનાના ઉશુઆિયથી શરૂ થયો હોઈ શકે છે. એક ડચ દંપતી જે પક્ષી નિરીક્ષણ માટે ગયું હતું, ત્યાંથી આ વાઇરસ જહાજ પર આવ્યો હોવાની શંકા છે. આર્જેન્ટિનામાં જૂન 2025થી અત્યાર સુધીમાં 101 કેસ નોંધાયા છે, જે અગાઉના વર્ષ કરતાં બમણા છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments