
મોરબી: મોરબી-રાજકોટ હાઇવે પર લાલપર ગામ નજીક રસ્તાની વચ્ચે એક વાહન અચાનક બંધ પડી જતાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી. વાહન માર્ગ વચ્ચે જ ખોટકાઈ જવાના કારણે હાઇવે પર બંને તરફ વાહનોની લાંબી કતારો સર્જાઈ હતી.

અચાનક સર્જાયેલા ટ્રાફિક જામને કારણે હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રાફિકમાં બાળકોને લઈ જતી સ્કૂલ બસો પણ ફસાઈ જતાં વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવી પડી હતી.

વ્યસ્ત મોરબી-રાજકોટ હાઇવે પર વાહન બંધ પડવાની ઘટનાને પગલે થોડા જ સમયમાં વાહનોની કતારો વધતી ગઈ હતી, જેના કારણે માર્ગ પરથી પસાર થતા અન્ય વાહનોની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી.






















