અમદાવાદથી દિલ્હી જતી સ્પાઇસજેટની ફ્લાઇટ 10 કલાક મોડી કર્યા બાદ મધરાતે રદ કરાતા 100થી વધુ મુસાફરો મુશ્કેલીમાં મુકાયા

અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની હાલાકી, વૈકલ્પિક ફ્લાઇટ કે રહેવાની વ્યવસ્થા નહીં કરાતાં એરલાઇન્સ સામે રોષ

અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની હાલાકી, વૈકલ્પિક ફ્લાઇટ કે રહેવાની વ્યવસ્થા નહીં કરાતાં એરલાઇન્સ સામે રોષ

તા. 19-11-2026: અમદાવાદથી નવી દિલ્હી જતી સ્પાઇસજેટ એરલાઇન્સની ફ્લાઇટને લઈને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હોવાની ઘટના સામે આવી છે.

મુસાફરોના જણાવ્યા અનુસાર, ફ્લાઇટને શરૂઆતમાં અંદાજે 10 કલાક જેટલી મોડી કરવામાં આવી હતી અને મુસાફરો લાંબા સમયથી ફ્લાઇટની રાહ જોઈ રહ્યા હતા. જોકે, આખરે મોડી રાત્રે આશરે 12 વાગ્યાના અરસામાં ફ્લાઇટ રદ કરવામાં આવી હોવાની જાણ કરવામાં આવતા મુસાફરોમાં ભારે રોષ ફેલાયો હતો.

મળતી માહિતી મુજબ, અમદાવાદથી રાત્રે 22:20 કલાકે ઉપડવાની અને રાત્રે 23:50 કલાકે દિલ્હી પહોંચવાની નિર્ધારિત સ્પાઇસજેટની ફ્લાઇટ અચાનક રદ કરવામાં આવતા 100થી વધુ મુસાફરો અમદાવાદ એરપોર્ટ પર અટવાઈ ગયા હતા.

લાંબા સમય સુધી રાહ જોયા બાદ ફ્લાઇટ રદ થવાની જાણ થતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.મુસાફરોનો આક્ષેપ છે કે ફ્લાઇટ રદ થયા બાદ એરલાઇન્સ દ્વારા મુસાફરો માટે રહેવાની કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી કે અન્ય ફ્લાઇટમાં મુસાફરી કરાવવા માટે પણ કોઈ સંતોષકારક વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી નથી.

ખાસ કરીને મહિલાઓ સહિત અનેક મુસાફરો દૂરદૂરથી મુસાફરી માટે અમદાવાદ પહોંચ્યા હોવાથી તેમની મુશ્કેલીમાં વધારો થયો છે.મુસાફરોના જણાવ્યા મુજબ, એરપોર્ટ પર 100થી વધુ લોકો હાલાકી ભોગવી રહ્યા હોવા છતાં સ્પાઇસજેટ એરલાઇન્સ તરફથી યોગ્ય પ્રતિસાદ કે સંતોષકારક માર્ગદર્શન મળી રહ્યું નથી.

કલાકો સુધી રાહ જોવડાવ્યા બાદ મધરાતે ફ્લાઇટ રદ કરવાની જાહેરાત અને ત્યારબાદ મુસાફરો માટે કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતા એરલાઇન્સની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

હાલમાં એરપોર્ટ પર અટવાયેલા મુસાફરો દ્વારા સ્પાઇસજેટ એરલાઇન્સના જવાબદાર અધિકારીઓ પાસે તાત્કાલિક વૈકલ્પિક ફ્લાઇટ, રહેવાની વ્યવસ્થા અને યોગ્ય સહાય પૂરી પાડવાની માંગ કરવામાં આવી રહી છે. મુસાફરોને પડતી મુશ્કેલીનો તાત્કાલિક ઉકેલ લાવવા સંબંધિત તંત્ર અને એરલાઇન્સ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

{{DK_P8}}

{{DK_P9}}

{{DK_P10}}

{{DK_P11}}

{{DK_P12}}

{{DK_P13}}

{{DK_P14}}

{{DK_P15}}

{{DK_P16}}

{{DK_P17}}

{{DK_P18}}

{{DK_P19}}

{{DK_P20}}

{{DK_P21}}

{{DK_P22}}

{{DK_P23}}

{{DK_P24}}

{{DK_P25}}

{{DK_REST}}