
રાજ્યમાં: અવિરત વરસાદ પડી રહ્યો છે. ગઇકાલથી શરૂ થયેલો વરસાદ આજે પણ વરસી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૫૫ તાલુકામાં વરસાદ નોધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં એકસાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય છે.૧. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૫૫ તાલુકામાં વરસાદ

ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા તોફાની બેટિગ કરવા તૈયાર છે. લો પ્રેશર હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ વધુ તીવ્ર બનવાની શક્યતા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં સૌથી વધુ અંબિકામાં ૨૪ અને ડોલવણમાં ૧૬.૭૩ ઈંચ વરસાદ નોધાયો છે.૨. નડિયાદમાં ૧૩.૪૩ અને નેત્રંગમાં ૧૩.૦૩ ઈંચ વરસાદ

વસોમાં ૧૬.૩૮ અને ઉમરપાડામાં ૧૪.૬૯ ઈંચ , નડિયાદમાં ૧૩.૪૩ અને નેત્રંગમાં ૧૩.૦૩ ઈંચ વરસાદ પડ્યો છે. ધરમપુરમાં ૧૧.૦૨ ઈંચ અને વઘઈમાં ૧૦.૯૪ ઈંચ જ્યારે માંગરોળમાં ૧૦.૭૧ ઈંચ અને આણંદમાં ૧૦.૬૭ ઈંચ વરસાદ વરસ્યો છે.૩. લો પ્રેશર બન્યું ડીપ ડિપ્રેશન

અરબી સમુદ્ર અને આસપાસના વિસ્તારમાં સર્જાયેલું લો પ્રેશર હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે. આ સિસ્ટમ વધુ મજબૂત બનતા રાજ્યમાં વરસાદની તીવ્રતા વધવાની સંભાવના છે. હવામાન વિભાગે વીજળીના કડાકા અને તેજ પવન સાથે ભારે વરસાદની ચેતવણી આપી છે. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.૪. રાજ્યમાં પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય

હાલ રાજ્યમાં એક સાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિત તમામ તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.૫. આ જિલ્લાઓમાં રેડ એલર્ટ

હવામાન વિભાગે સુરેન્દ્રનગર , અમદાવાદ , બોટાદ , રાજકોટ , ભાવનગર અને આણંદ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. લોકોને જરૂરી હોય ત્યારે જ ઘર બહાર નીકળવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.



















