
મોરબીમાં: સ્ક્રેપના બિઝનેસમાં ભાગીદાર બનાવવાની લાલચ આપી એક આધેડ સાથે રૂ 1.13 કરોડની મસમોટી ઠગાઈ આચરવામાં આવી છે. રૂપિયા પરત માગતા જાનથી મારી નાખવાની ધમકી અપાતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. મળતી માહિતી મુજબ મૂળ મોરબી તાલુકાના બિલિયા ગામના વતની અને હાલ મોરબી ના આલાપ પાર્ક શેરી નં -11 રવપર રોડ પર રહેતા અને ખેતી કરતા સંજયભાઈ અંબારામભાઈ સાણંદિયા (ઉ. વ.50) એ આરોપી ગૌરવભાઈ જયંતીલાલ ડઢાણીયા રહે.

આલાપ પાર્ક મોરબીવાળા વિરૂદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીએ ભંગારના કારખાનામા ભાગમા રાખવાની લાલચ આપી ફરીયાદી પાસેથી અલગ અલગ સમયે મળી એમ રૂપીયા 1,13, 00,000/- (એક કરોડ તેર લાખ લઇ રૂપીયા) ધંધાના બહાને ફરીયાદી પાસેથી મેળવી ફરીયાદીને ધંધામા ભાગીદાર નહી રાખી રૂપીયા. 1,13,00,000/- ફરીયાદિને પરત નહી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.























