HomeAllવકીલોને રોજરોજના કેસોની યાદી વોટ્‍સએપ પર મળશે

વકીલોને રોજરોજના કેસોની યાદી વોટ્‍સએપ પર મળશે

ગુજરાત હાઈકોર્ટે : ન્‍યાયિક સંચાર વ્‍યવસ્‍થાને વધુ આધુનિક અને સરળ બનાવવા માટે વધુ એક નવતર પહેલાના ભાગરૂપે વકીલો માટે વોટ્‍સએપ મેસેજિગ સેવા શરૂ કરી છે. કાર્યકારી મુખ્‍ય ન્‍યાયમૂ તે જસ્‍ટિસ માનસ રંજુન પાઠકના નિર્દેશ અને હાઈકોર્ટની કમ્‍પ્‍યુટર એન્‍ડ ટેકનોલોજી , ડિજિટાઈઝેશન, ઈ-ફાઈલિંગ અને પેપરલેસ કોર્ટ કમિટીના માર્ગદર્શન હેઠળ આ સેવા આજથી તા. ૭ ઓક્‍ટોબર, ૨૦૨૬થી પાયલોટ પ્રોજેક્‍ટ તરીકે શરૂ કરવામાં આવી છે. જેને પગલે હવે વકીલોને તેમનું રોજેરોજનું કોઝ લીસ્‍ટ(કેસોની યાદી) વોટ્‍સ અપ પર જ મળી રહેશે.

જેના કારણે કારણે પક્ષકારોને પણ ફાયદો થશે. હાલના તબક્કે આ સેવા ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ્‍સને સ્‍પેસિફિક દૈનિક કોઝ-લિસ્‍ટ પહોંચોડવા માટે શરૂ કરાઈ છે. અગાઉ વકીલોને કોઝ-લિસ્‍ટ વેબસાઈટ પર થયાની માત્ર મેસેજ દ્વારા જાણ કરવામાં આવતી હતી. ત્‍યારબાદ તેમણે ગુજરાત હાઇકોર્ટની વેબસાઇટ પર જઈને સંબંધિત કોઝ-લિસ્‍ટ શોધવી પડતી હતી. પરંતુ હવે નવી વ્‍યવસ્‍થામાં આ પ્રક્રિયા વધુ સરળ બની જશે. હવે સંબંધિત વકીલની દૈનિક કોઝ-લિસ્‍ટ પીડીએફ સ્‍વરૂપે આપમેળે તૈયાર થઈ તેમના રજિસ્‍ટર્ડ વોટ્‍સએપ નંબર પર દરરોજ સાંજે સીધી મોકલવામાં આવશે

આથી વકીલોને વેબસાઈટ પર જઈને કોઝ-લિસ્‍ટ શોધવાની જરૂર રહેશે નહીં. નવી વોટ્‍સએપ સેવા મોબાઈલની મદદથી તાત્‍કાલિક અને સરળ અસેસ પૂરી પાડશે. વકીલો માત્ર એક ક્‍લિકથી તેમના કેસ કયા દિવસે અને કયા ક્રમમાં લિસ્‍ટ થયા છે તેની માહિતી જોઈ શકશે. આથી વેબ બ્રાઉઝર પર પ્રક્રિયા કરવામાં લાગતો સમય તથા જરૂરી ફાઈલ શોધવાની મુશ્‍કેલીમાં થટાડો થશે. તો પક્ષકારોને પણ તેમનો કેસ કયા નંબર પર છે અને સુનાવણીની શક્‍યતા છે કે કેમ તે સહિતની બાબતની જાણકારીમાં ફાયદો થશે

RELATED ARTICLES

Most Popular

Recent Comments