મુંબઇમાં આયોજિત આ કમિશનિંગ સમારોરહની અધ્યક્ષતા વેસ્ટર્ન નેવલ કમાંડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, વાઇસ એડમિરલ સંજય વત્સાયને કરી

કેમ રાખવામાં આવ્યું માંગરોળ નામ? : હકીકતમાં, આ વોરશિપરનું નામ જૂનાગઢ જિલ્લાના મુખ્ય દરિયાઇ તેમજ મત્સ્ય પોર્ટ શહેર ‘માંગરોળ’ના નામે રાખવામાં આવ્યું છે. આ જહાજ પુરોગામી INS માંગરોળ (M85)ના વારસાને આગળ વધારે છે. પુરોગામી INS માંગરોળ એક માઇનસ્વીપર જહાજ હતું, જેણે એપ્રિલ 2004 સુધી નેવીને પોતાની સેવાઓ આપી હતી. વોરશિપનું આ નામકરણ ભારતીય નેવીના પોતાની જુની નેવીના જહાજોના ઐતિહાસિક વારસાને જાળવા રાખવાની પરંપરાને ચાલુ રાખે છે. વોરશિપ ‘માંગરોળ’ની મુખ્ય વિશેષતાઓ અને ક્ષમતાઓ

ભારતીય નેવીની નવી એન્ટિ-સબમરીન વોરશિપ ‘માંગરોળ’ દરિયાકિનારા અને છીછરા પાણીમાં દુશ્મની સબમરીનો અને પાણીની નીચેના જોખમોની શોધ કરવા અને તેમને ચોક્કસ નિશાન બનાવીને તબાહ કરવા માટે વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવી છે.આ વોરશિપ અભય હલ-માઉન્ટેડ સોનાર, હળવા ટોરપીડો, સ્વદેશી એન્ટિ-સબમરીન રોકેટ લોન્ચર અને મારીચ એડવાન્સ્ડ ટોરપીડો ડિકોય સિસ્ટમ જેવી અત્યાધુનિક ટેકનિકથી સજ્જ છે. ત્રણ પાવરફુલ ડીઝલ એન્જિનોથી સંચાલિત આ વોરશિપ છીછરા પાણીમાં પણ ફુલ સ્પીડ અને ઉત્કૃષ્ટ ગતિશીલતા સાથે કામ કરવામાં સક્ષમ છે.દુશ્મનની સબમરીનોને નષ્ટ કરવા ઉપરાંત, ‘માંગરોળ’ પાણીની અંદર સતત નજર રાખવા, ઓછી તીવ્રતાવાળા દરિયાઇ અભિયાનો અને માઇન વોરફેર સાથે જોડાયેલા કાર્યોને કરવામાં પણ સક્ષમ છે.

























