HomeAllમોરબી જિલ્લા મહિલા મોરચાનું ઉગ્ર વિરોધ પ્રદર્શન, રાહુલ ગાંધી અને કોંગ્રેસ સામે...

મોરબી જિલ્લા મહિલા મોરચાનું ઉગ્ર વિરોધ પ્રદર્શન, રાહુલ ગાંધી અને કોંગ્રેસ સામે સૂત્રોચ્ચાર

૧૨/૧૦/૨૦૨૬: મોરબી ખાતે JNUના પૂર્વ પ્રોફેસર સામે વિદ્યાર્થિનીઓની જાતીય સતામણીના આરોપોના મામલે કોંગ્રેસના વલણ સામે મહિલા મોરચાનો વિરોધ

મોરબી જિલ્લા મહિલા મોરચા દ્વારા અધ્યક્ષ જયશ્રીબેન સિણોજીયાની આગેવાની હેઠળ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના પ્રોફેસર ડો. અગોમચા બિમોલ અકોઇજા અને કોંગ્રેસ પક્ષ સામે મોરબી ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ દરમિયાન મહિલા કાર્યકર્તાઓએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષ સામે સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

મહિલા મોરચા દ્વારા રજૂ કરવામાં આવેલા આક્ષેપો અનુસાર, JNUની ૧૧ જેટલી વિદ્યાર્થિનીઓ દ્વારા જાતીય સતામણીના ગંભીર આરોપો કરવામાં આવ્યા બાદ ડો. અગોમચા બિમોલ અકોઇજાને બરતરફ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે કોંગ્રેસ પક્ષના વલણ સામે મહિલા મોરચાએ નારાજગી વ્યક્ત કરી હતી અને પક્ષના મૌન અંગે સવાલો ઉઠાવ્યા હતા.

વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલા કાર્યકર્તાઓએ “કોંગ્રેસ હાય હાય”ના નારા લગાવીને સમગ્ર મામલે કોંગ્રેસ પક્ષ સ્પષ્ટતા કરે અને મહિલાઓની સુરક્ષા તથા સન્માનના મુદ્દે પોતાનું વલણ જાહેર કરે તેવી માંગણી કરી હતી.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા મહિલા મોરચાના હોદ્દેદારો, મહિલા આગેવાનો અને મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. મહિલાઓના સન્માન અને ન્યાયની માંગ સાથે યોજાયેલા આ વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓએ કોંગ્રેસ પક્ષ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments