HomeAllમોરબી: ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડાતા જીકીયારી કોઝવે વાહનવ્યવહાર માટે બંધ

મોરબી: ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડાતા જીકીયારી કોઝવે વાહનવ્યવહાર માટે બંધ

મોરબી: જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે ઘોડાધ્રોઈ ડેમમાં પાણીની આવક વધતાં ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પરિણામે જીકીયારી કોઝવે પર પાણી ફરી વળતાં સલામતીના હેતુસર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે.

વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે, કોઝવે પર પાણીનું સ્તર સંપૂર્ણપણે ઘટે અને માર્ગ સલામત જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી કોઈપણ પ્રકારનું વાહન લઈને પસાર થવાનો પ્રયાસ ન કરે. વહેતા પાણીમાં વાહન ઉતારવું કે જોખમ ખેડવું જીવલેણ સાબિત થઈ શકે છે.

તંત્રે વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા તેમજ સ્થળ પર તૈનાત પોલીસ અને સંબંધિત અધિકારીઓની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે. પાણીનું સ્તર ઘટ્યા બાદ અને માર્ગની સલામતીની ખાતરી થયા પછી જ કોઝવે વાહનવ્યવહાર માટે પુનઃ શરૂ કરવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments