HomeAllમોરબી જેતપરના ખેડુતોની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ...

મોરબી જેતપરના ખેડુતોની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં બેસી જઇશ : હકાભા ગઢવીનું એલાન

મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનમાં સરકાર સાથે વાટાઘાટ કરવા માટે થઈને હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ તૈયારી દર્શાવી છે અને તેઓ ખેડૂતોની વળતર માટેની માંગણી સાથે ખેડૂતોની કમિટી નક્કી કરે તે ખેડૂતોને સાથે લઈને ગાંધીનગર જશે. એક જ બેઠકમાં ખેડૂતોનો પ્રશ્ન ઉકેલાય તે માટેના પ્રયાસ કરશે અને જો ખેડૂતોનો નહીં ઉકેલાય તો તેઓ પણ આગામી સમયમાં જેતપર ગામે ચાલતા આંદોલનની છાવણીમાં ખેડૂતોની સાથે બેસી જશે અને ખેડૂતોના હક માટે લડશે તેવી તૈયારી દર્શાવી છે.

જેતપર ગામે ખાનગી કંપનીના વીજપોલ અને વીજ વાયરના વળતર માટે છેલ્લા સાત દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે દરમ્યાન સાતમા દિવસે હાસ્ય કલાકાર હકાભા ગઢવી ઉપવાસી છાવણી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ કહ્યું હતું કે ખેડૂતોનો પ્રશ્ન ઉકેલાતો હોય તો હું ખેડૂતોની સાથે ગાંધીનગર તેઓની માંગણીઓનું લીસ્ટ લઈને જવા માટે તૈયાર છું.

કમિટી નક્કી કરે તે પાંચ ખેડુતો તેઓની સાથે જશે. અને ખેડૂતોની હાજરીમાં તેઓની માંગણી માટે ચર્ચા કરવામાં આવશે. એક જ બેઠકમાં ખેડૂતોના પ્રશ્નો ઉકેલાય તેના માટે તેઓ મધ્યસ્થી કરવા માટે તૈયાર છે.

જોકે, ખેડૂતોના પ્રશ્નોને લઈને અત્યાર સુધીમાં સરકાર તરફથી પણ બે થી ત્રણ વખત મંત્રણા કરવા માટે થઈને આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ ખેડૂતોએ જે માંગણી લખીને આપી છે તે ઉકેલવા માટેની હજુ સુધી તેઓને લેખિત ખાતરી આપવામાં આવી નથી.

આથી ખેડૂતો સાથે તેઓ જ્યારે ગાંધીનગર જાય ત્યારે એક જ બેઠકમાં તે લોકોનો પ્રશ્ન ઉકેલાય તેના માટેના તેઓ પ્રયાસ કરશે અને જો ખેડૂતોનો પ્રશ્ન ન ઉકેલાય તો ગાંધીનગર થી પાછા આવ્યા બાદ તેઓ પણ ઉપવાસી છાવણી ખાતે ખેડૂતોની સાથે બેસી જશે અને ખેડૂતોનો પ્રશ્ન ન ઉકેલાય ત્યાં સુધી તેઓની સાથે રહેશે તેવી તૈયારી હકાભા ગઢવીએ આપી છે

RELATED ARTICLES

Most Popular

Recent Comments