HomeAllમોરબીમાં માસુમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ આવી વ્હારે

મોરબીમાં માસુમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ આવી વ્હારે

મોરબી જીલ્લામાં પરિવારથી ભટકતા કે ગુમ થયેલા બાળકોના સંરક્ષણ અને આશ્રય માટે કાર્યરત બાળ કલ્યાણ સમિતિ તથા બાળ સુરક્ષા એકમે વધુ એક બાળકનું તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું .

બાળક રાહ ભટકે અથવા કોઈ બાળ ઉઠાવ ગેંગ તેનો દુરુપયોગ કરે તે પૂર્વે જ બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી વાલીવારસ શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતુંગત તા. 18-05 ના રોજ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે એક મહિલા આવીને એક બાળકને સોપ્યું હતું અને જણાવ્યું કે તા. 17-07 ના રોજ લક્ષ્મીપરા ચોક વાંકાનેર ખાતેથી મળી આવ્યું છે જે બાળકની પૂછપરછ કરતા તેનું નામ કાનો પુનમભાઈ ભીલ જણાવ્યું હતું જોકે પિતા ક્યાં રહે છે તેની ખબર ના હતી.

જેથી બાળકને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજુ કરતા બાળ કલ્યાણ સમિતિએ બાળકને ખોખરા હનુમાન સંસ્થા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ મોરબી ખાતે આશ્રય આપ્યો હતો.

બાદમાં સંસ્થાના ગૃહ પિતા કૌશિકભાઈ દ્વારા બાળકનું કાઉન્સેલિંગ કર્યું હતું.બાળકના જણાવ્યા મુજબ બાળકના વાલીવારસની તપાસ કરતા તા. 20 જુનના રોજ બાળકના પિતા મળી આવ્યા હતા અને તા. 22 ના રોજ બાળ કલ્યાણ સમિતિ સમક્ષ હાજર કર્યો હતો બાળકને પણ સમિતિ સમક્ષ હાજર રાખેલ જ્યાં બલકે તેના પિતાને ઓળખી બતાવ્યા હતા .

જેથી બાળકના પિતાના આધાર પુરાવા ચેક કરી કાયદાકીય ખરાઈ કરી બાળક સોપવામાં આવ્યું હતું જે શુભ કાર્યમાં બાળ કલ્યાણ સમિતિના ચેરમેન રમાબેન ગડારા, સભ્યો ખુશ્બુબેન કોઠારી, પીયુતાબેન નાદ્પરા, દીપાબેન રાવલ, ચિરાગભાઈ કણઝારીયા, જીલ્લા બાળ સુરક્ષા અધિકારી સહિતની ટીમ જોડાયેલ હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments