HomeAllમોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધાનું આયોજન શાળાઓને ખેલાડીઓની ઓનલાઈન...

મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધાનું આયોજન શાળાઓને ખેલાડીઓની ઓનલાઈન એન્ટ્રી કરવા અનુરોધ

મોરબી, તા. ૨૩ : ગુજરાતના ઉભરતા ફૂટબોલ ખેલાડીઓને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવા માટે મજબૂત મંચ પૂરું પાડવાના હેતુથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-મોરબી દ્વારા ૬૫મી ‘સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા ૨૦૨૬-૨૭’નું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લા કક્ષાની આ પ્રતિષ્ઠિત ફૂટબોલ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક તમામ શાળાઓએ પોતાના ખેલાડીઓની ઓનલાઈન એન્ટ્રી સત્તાવાર વેબસાઈટ www.subrotocup.in પર ફરજિયાતપણે નોંધાવવાની રહેશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ તા. ૨૯ જૂન, ૨૦૨૬ સુધીમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-મોરબી, ઓમ શાંતિ પ્રી-સ્કૂલની સામે, મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી-૨ ખાતે જમા કરાવવાની રહેશે.

સ્પર્ધામાં સબ જુનિયર ભાઈઓ (અંડર-૧૫) વિભાગમાં ૦૧/૦૧/૨૦૧૨ અથવા તે પછી જન્મેલા ખેલાડીઓ ભાગ લઈ શકશે. જ્યારે જુનિયર ભાઈઓ અને બહેનો (અંડર-૧૭) વિભાગમાં ૦૧/૦૧/૨૦૧૦ અથવા તે પછી જન્મેલા ખેલાડીઓ ભાગ લેવા પાત્ર રહેશે.

સ્પર્ધાના નિયમો, ઓનલાઈન નોંધણી પ્રક્રિયા અથવા અન્ય કોઈપણ માહિતી માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના પ્રતિનિધિ મુસ્તાક સુમરા (મો. ૬૩૫૩૧૮૩૫૮૩) નો સંપર્ક કરવા જણાવાયું છે.

મોરબી જિલ્લાના તમામ શાળાઓના વધુમાં વધુ ખેલાડીઓ આ પ્રતિષ્ઠિત ફૂટબોલ સ્પર્ધામાં ભાગ લઈ પોતાની રમતગમત પ્રતિભાને ઉજાગર કરે તે માટે જિલ્લા રમત ગમત અધિકારીએ વિશેષ અનુરોધ કર્યો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments