HomeAllમોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ ‘વેલ્યુ ચેઇન પાર્ટનર’ની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ

મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ ‘વેલ્યુ ચેઇન પાર્ટનર’ની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ

મોરબી જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે તેલીબિયાં પાકોના ઉત્પાદન અને મૂલ્યવર્ધનને વેગ આપવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારત સરકારની NMEO-Oilseed (National Mission on Edible Oils – Oilseeds) યોજના અંતર્ગત જિલ્લામાં વિવિધ યોજનાકીય કામગીરીઓ સુચારુ રીતે પાર પાડવા માટે ‘વેલ્યુ ચેઇન પાર્ટનર’ (VCP) ની નિમણૂક કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ યોજના હેઠળ કામ કરવા માટે રસ ધરાવતા અને નિર્ધારિત લાયકાત ધરાવતા એફ.પી.ઓ. (FPO), સહકારી સંસ્થાઓ તેમજ જાહેર અથવા ખાનગી કોર્પોરેશનો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

લાયક સંસ્થાઓએ જરૂરી તમામ દસ્તાવેજો અને વિગતવાર માહિતી સાથેની પોતાની અરજી આગામી તારીખ: ૧૨/૦૫/૨૦૨૬ સુધીમાં ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત કચેરી, મોરબી ખાતે રૂબરૂમાં અથવા કચેરીના સત્તાવાર ઈ-મેઈલ ID: daomorbi@gmail.com પર મોકલી આપવાની રહેશે.

આ નિમણૂક અંગેની વધુ માહિતી, લાયકાતના ધોરણો અને અન્ય જાણકારી માટે ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત કચેરી, મોરબીનો કચેરી સમય દરમિયાન રૂબરૂ સંપર્ક કરવા મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments