HomeAllમોરબી લાયન્સ કલબ ઓફ સીટી દ્વારા પોષણ કીટનું વિતરણ કરાયું

મોરબી લાયન્સ કલબ ઓફ સીટી દ્વારા પોષણ કીટનું વિતરણ કરાયું

લાયન્સ કલબ ઓફ મોરબી સીટીદ્વારા ટી.બી.ના દર્દીઓને પોસ્ટિક આહાર કીટ અર્પણ કરવામાં આવી હતી.લાયન્સ કલબ ઓફ મોરબી સીટી હરહંમેશ જન આરોગ્ય, પર્યાવરણ, જીવદયા જેવીઅનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરે છે.જેમાં ટી.બી. ના 25 જેટલા દર્દીનારાયણોને પ્રોટીન કીટનું વિતરણ અર્બન હેલ્થ સેન્ટર ગોકુળનગર તા.મોરબી ખાતે કરવામાં આવ્યું હતુ.

આ પ્રોજેક્ટમાં લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ વાઈસ ડિસ્ટ્રીકટ ગવર્નર રમેશભાઈ રૂપાલાની હાજરીમાં તથા લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી પ્રેસિડેન્ટ હરખજીભાઈ સુવારિયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા ખજાનચી ચંદુભાઈ કુંડારિયા, પાસ્ટ ખજાનચી મણીલાલ કાવર,

નાનજીભાઈ મોરડીયા, પાસ્ટ પ્રમુખ ત્રિભોવનભાઈ સી.ફુલતરિયા, ડો.શૈલેષભાઈ પરેજીય, ડો. દીપકભાઈ પટેલ તથા હેલ્થ સેન્ટરના ડો.શ્રેયાબેન માતરિયા અને તેમના સ્ટાફ મિત્રોની હાજરીમાં આ પ્રોટીન સભર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

ટી.બી. હારેગા ભારત જીતેગા સૂત્રને સાર્થક કરી ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હાકલને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના તમામ સભ્યોએ સાર્થક કરી જન આરોગ્ય સેવા અને સમાજ સેવાનુ ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments