
મોરબી: મોરબી મહાનગરપાલિકામાં મોરબી બાર એસોસિએશનના સભ્ય તેમજ કોર્પોરેટર પૂનમબેન જીતેનભાઈ અગેચાણિયાની કાયદા અને નિયમોની સમિતિના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે.

મહાનગરપાલિકાની મહત્વપૂર્ણ કાયદા અને નિયમોની સમિતિના ચેરમેન તરીકે જવાબદારી મળતાં પૂનમબેન અગેચાણિયા મહાનગરપાલિકાના કાયદાકીય અને નિયમન સંબંધિત કાર્યોમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.

પૂનમબેન અગેચાણિયા મોરબી બાર એસોસિએશન સાથે સંકળાયેલા હોવાથી કાયદાકીય ક્ષેત્રનો અનુભવ ધરાવે છે. તેમની વરણીને પગલે સમિતિની કામગીરીમાં કાયદાકીય સમજ અને માર્ગદર્શનનો લાભ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

આ નિમણૂક બદલ પૂનમબેન અગેચાણિયાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે તેમજ તેમના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ કાયદા અને નિયમોની સમિતિ મોરબી શહેરના વિકાસને નવી ઊંચાઈ અને નવી દિશા આપે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે.



























