HomeAllમોરબી મનપાની ફાયર શાખામાં 21 ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ

મોરબી મનપાની ફાયર શાખામાં 21 ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ

મોરબી મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટી માળખાનું સુદ્રઢીકરણ બનાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે કુલ 21 ફાયર ઓપરેટરની કોન્ટ્રાક્ટ બેઝથી ભરતી કરવામાં આવી છે

અને મોરબી મનપાની ફાયર શાખા દ્વારા 59 લોકોને ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી હતી. મોરબી મનપાના ફાયર વિભાગ દ્વારા જુદીજુદી સરકારી કચેરીના કર્મચારીઓ તેમજ હોસ્પિટલના સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી. અને કોઈપણ સમયે આગ જેવી કોઈ દુર્ઘટના થાય તો પહેલા શું કરવું તેનું માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉપરાંત સમાજવાડી, કોમ્પલેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝ જેવી બિલ્ડીંગના ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને ફાયર ગઘઈ ન ધરાવતા બિલ્ડીંગને નોટીસ આપવામાં આવી હતી.

મોરબી શહેરની સુરક્ષા અને અગ્નિશમન સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે ફાયર વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ અને વધતા જતા કાર્યભારને ધ્યાનમાં રાખીને કુલ 21 ફાયર ઓપરેટરની 11 માસના કરાર આધારિત નિમણૂક કરવામાં આવી છે અને તમામ નવા ઓપરેટરોને અત્યાધુનિક ફાયર ફાઈટિંગ સાધનો અને બચાવ કામગીરી માટેની ખાસ તાલીમ આપવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments