

મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનને ઠેરઠેરથી સમર્થન મળી ગયું છે ત્યારે મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા અને તેઓની ટીમ દ્વારા પણ જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન આપવામાં આવ્યું છે અને તેઓએ જણાવ્યું હતું કે લોકોના ઘરની અંદર વીજ કંપની દ્વારા મીટર મૂકવામાં આવે તો તેનું પણ ભાડું ગ્રાહકો પાસેથી લેવામાં આવતું હોય છે .

તો ખેડૂતોના ખેતરની અંદર હાલમાં જે ખાનગી વીજ કંપનીના વીજપોલ ઉભા કરવામાં આવી રહ્યા છે. તેના કારણે ખેડૂતોના ખેતીની જમીન ઓછી થાય છે તેમજ ખેતીની જમીન ખરાબ થાય છે જેથી તે લોકોને પૂરતું વળતર આપવું જોઈએ તેમજ ભાડું પણ આપવું જોઈએ અને તેઓની માંગણી સાચી અને વ્યાજબી છે જેથી સરકાર દ્વારા તાત્કાલિક તેઓની માંગણી સંતોષવી જોઈએ અને ખેડૂતના હિતમાં નિર્ણય લેવો જોઈએ.
































