
મોરબી, તા. 19 જૂન 2026 : સનાતન ચેતના દ્વારા શ્રીરામને સમર્પિત ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમ તા. 20 જૂન, 2026ના રોજ સાંજે 5:00 થી 7:00 કલાક દરમિયાન સનાળા રોડ સ્થિત પંચમુખી હનુમાનજી મંદિર ખાતે યોજાશે.

આ ધર્મ સભામાં સનાતન ચેતનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અલ્પાબેન અજયભાઈ મુખ્ય ઉપસ્થિતિ આપશે. કાર્યક્રમ દરમિયાન સનાતન સંસ્કૃતિ, શ્રીરામના આદર્શો અને ધાર્મિક જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

કાર્યક્રમમાં પશ્ચિમ ભારત અધ્યક્ષ ત્રિપુરા સુંદરી સાધ્વી હીનાબેન જ્ઞાનવાણી દ્વારા વિશેષ કથાકાર તરીકે પ્રવચન આપવામાં આવશે. તેઓ ધર્મ, સંસ્કાર અને આધ્યાત્મિક જીવનના મહત્વ વિષે વિસ્તૃત માર્ગદર્શન આપશે.

આયોજકો દ્વારા ધર્મપ્રેમી નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધર્મ સભાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. શ્રીરામના આદર્શોને જીવનમાં ઉતારવા તથા સનાતન સંસ્કૃતિના મૂલ્યોને મજબૂત બનાવવા માટે આ કાર્યક્રમ મહત્વપૂર્ણ સાબિત થશે.

























