HomeAllરીલાયન્સ જીયોના IPO ની જાહેરાત : MYJIO હવે પર્સનલ AI એજન્ટ

રીલાયન્સ જીયોના IPO ની જાહેરાત : MYJIO હવે પર્સનલ AI એજન્ટ

દેશના ટોચના ઉદ્યોગ ગૃહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આજે 49મી સામાન્ય સભામાં કંપનીના જ ચેરમેન મુકેશ અંબાણીએ આગામી સમયમાં રીલાયન્સ જીયો તથા રીટેઇલ સહિતની કંપનીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.

તો બીજી તરફ લાંબા સમયથી જેની રાહ જોવાઇ રહી છે તે રીલાયન્સ જીયોના આઇપીઓ માટે પણ આજે જ કંપની દ્વારા સેબી સમક્ષ ડીઆરએચપી દાખલ કરવામાં આવશે. આમ આગામી સમયમાં જ શેરબજારમાં બે મોટા આઇપીઓ એકી સાથે આવે તેવા સંકેત છે.

સામાન્ય સભાને સંબોધન કરતાં રીલાયન્સ જીયોના ચેરમેન અને મેનેજીંગ ડીરેક્ટર આકાશ અંબાણીએ જાહેર કર્યું હતું કે માય જીયો એપ હવે પર્સનલ એઆઇ એજન્ટ અને એડવાઇઝર તેમજ રીલેશનશીપ મેનેજરની કામગીરી કરશે અને તે વધુ ઇન્ટેલીઝન્સ અને આકર્ષક બનશે જેની મદદથી ઉપયોગ કરનારની સુવિધા વધશે.

આગામી વર્ષે 50મો સ્થાપના દિવસ મનાવવા જઇ રહેલી રીલાયન્સ ઇન્ડસ્ટ્રીની બે કંપનીઓ રીલાયન્સ રીટેઇલ 20 વર્ષ પૂરા કરી રહી છે અને રીલાયન્સ જીયો 10 વર્ષ પુરા કરી રહી છે.

આમ આજે રીલાયન્સે ટ્વીન્સ સેલીબ્રેશન પણ કર્યું હતું. અને આકાશ અંબાણીએ જણાવ્યું કે, રીલાયન્સ ઇન્ટેલીજન્સએ આરર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સની સમગ્ર માર્કેટમાં મોટા ધમકા કરવા જઇ રહી છે અને સૌને પોસાય તેવી સસ્તી એઆઇ ટેકનોલોજી લોન્ચ કરશે. આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે રીલાયન્સ ઇન્ટેલીન્સ હવે અમલના તબકકે પહોંચી ગઇ છે અને દેશભરમાં તેનો લાભ લોકોને મળશે.

આ ઉપરાંત રીલાયન્સ આગામી દિવસોમાં સેટેલાઇટ ઇન્ટરનેટ કનેક્ટીવીટી પણ પુરા પાડવા માટે નાના ઉપગ્રહોની હારમાળા સર્જશે. લીયો સેટેલાઇટ મારફત દેશના લોકોને વૈશ્વિક કક્ષાની ટેકનોલોજીની સાથે સસ્તી ટેલીકોમ સેવા મળશે.

આકાશ અંબાણીએ જાહેર કર્યું છે કે, રીલાયન્સ દેશના એક 1.3 કરોડ ઘરોમાં પહોંચી ગયું છે અને વિશ્વમાં સૌથી મોટુ ફીક્સ વાયરલેસ ઓપરેટર બની ગયું છે અને રીલાયન્સ જીયોના ગ્રાહકોની સંખ્યા 52.40 કરોડ પહોંચી ગઇ છે.

આ એજીએમમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે રીલાયન્સ જીયો આઇપીઓને બોર્ડે મંજુરી આપી દીધી છે અને આજે જ સેબી સમક્ષ તે દરખાસ્ત મંજુર કરશે. આ ઉપરાંત પડકારજનક વર્ષ હોવા છતાં રેકોર્ડબ્રેક આવક અને નફો હાંસલ કર્યો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments