HomeAllમોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર લાલપર પાસે સ્ટ્રીટ લાઇટો બંધ: અકસ્માતોનું જોખમ વધ્યું,...

મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર લાલપર પાસે સ્ટ્રીટ લાઇટો બંધ: અકસ્માતોનું જોખમ વધ્યું, અંધારાના કારણે ગૌવંશ સ…

અંધારામાં ગૌવંશ રોડ પર આવતા અકસ્માતોની સંખ્યા વધી સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે રાત્રિના સમયે નેશનલ હાઇવે પર અંધારું છવાયેલું રહે છે. આ દરમિયાન રખડતા ગૌવંશ અચાનક રોડ પર આવી જતા ટ્રક, ટ્રેલર, ડમ્પર સહિતના ભારે વાહનો સાથે અથડામણની ઘટનાઓ વારંવાર બનતી રહે છે. પરિણામે અનેક ગૌવંશને ગંભીર ઇજાઓ પહોંચે છે અથવા તેમનું મોત નીપજે છે. સાથે જ વાહનોને પણ ભારે નુકસાન થાય છે અને વાહનચાલકોને શારીરિક ઇજાઓ પહોંચતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે.

વહેલી તકે સ્ટ્રીટ લાઇટો શરૂ કરવા અને ગૌવંશ હટાવવાની માંગ સ્થાનિક લોકો અને વાહનચાલકોની માંગ છે કે લાલપર ગામ પાસેની બંધ સ્ટ્રીટ લાઇટો તાત્કાલિક કાર્યરત કરવામાં આવે જેથી રાત્રિના સમયે માર્ગ પર પૂરતો પ્રકાશ મળી રહે અને અકસ્માતોનું જોખમ ઘટે. ઉપરાંત, નેશનલ હાઇવે પર રખડતા ગૌવંશને હટાવવા માટે સંબંધિત તંત્ર દ્વારા અસરકારક અને કાયમી કાર્યવાહી કરવામાં આવે તેવી પણ ઉગ્ર માંગ ઉઠી છે. લોકોનું માનવું છે કે સમયસર યોગ્ય પગલાં લેવામાં આવશે તો માનવજીવન તેમજ ગૌવંશ બંનેનું રક્ષણ શક્ય બનશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments