HomeAllમોરબીમાં ચાઈલ્ડ હેલ્પલાઈન દ્વારા 255 જનજાગૃતિ કાર્યક્રમો યોજાયો

મોરબીમાં ચાઈલ્ડ હેલ્પલાઈન દ્વારા 255 જનજાગૃતિ કાર્યક્રમો યોજાયો

મોરબી: મોરબી જિલ્લામાં બાળકોના અધિકારોના રક્ષણ, સર્વાંગી વિકાસ અને સુરક્ષિત બાળપણને સુનિશ્ચિત કરતા સરકાર દ્વારા સંચાલિત ‘ચાઇલ્ડ હેલ્પલાઇન-1098’ સતત પ્રશંસનીય કામગીરી કરી રહી છે. 0 થી 18 વર્ષ સુધીના મુશ્કેલીમાં મુકાયેલા બાળકો માટે 24ડ્ઢ7 કાર્યરત આ ઇમરજન્સી સેવા બાળ શોષણ, બાળ મજૂરી, બાળ લગ્ન, ભિક્ષાવૃત્તિ અને બાળ તસ્કરી જેવા ગંભીર પ્રશ્નો સામે રક્ષણ આપી બાળકો અને સરકારી યોજનાઓ વચ્ચે એક મજબૂત સેતુ તરીકે કાર્ય કરી રહી છે.

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી હેઠળના જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સંચાલિત મોરબી ચાઇલ્ડ હેલ્પલાઇનને સપ્ટેમ્બર-2025 થી જુલાઈ-2026 દરમિયાન કુલ 55 કેસો પ્રાપ્ત થયા હતા. જેમાં ખોવાયેલા કે ત્યજી દેવાયેલા બાળકો અને બાળ લગ્ન અટકાવવા જેવા 10 ગંભીર કેસ, કાઉન્સેલિંગ તથા શિક્ષણ ક્ષેત્રના 43 સામાન્ય કોલ્સ અને 2 માહિતીલક્ષી કોલ્સનો સમાવેશ થાય છે.

આ તમામ કેસોમાં બાળકનું સુરક્ષિત રેસ્ક્યૂ, કાઉન્સેલિંગ, તબીબી સારવાર, ચાઇલ્ડ વેલ્ફેર કમિટી (CWC) સમક્ષ રજૂઆત, શેલ્ટર હોમની વ્યવસ્થા તેમજ પરિવાર સાથે પુન:મિલન જેવી મહત્વપૂર્ણ કાનૂની અને સામાજિક કાર્યવાહી ત્વરિત ધોરણે હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments