
મોરબીમાં પોલીસ અને લોકરક્ષક દળની ભરતીની ઘણી બહેનો દ્વારા તૈયારી કરવામાં આવે છે અને તેઓને નિવૃત આર્મી ઓફિસર દ્વારા નિ:શુલ્ક ફિઝિકલ ટ્રેનિંગ અને લેખિત પરીક્ષાની તૈયારી કરાવવા માટેનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.

જેની નોંધ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવેલ છે અને તેઓના આ ઉમદા કાર્યને બિરદાવ્યૂ છે. મોરબીમાં રહેતા નિવૃત આર્મી ઓફિસર સહદેવસિંહ ઝાલાને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શુભકામના પાઠવી છે જેમાં જણાવ્યુ છે કે, નસ્ત્રઆપના દ્વારા મોરબીમાં પોલીસ અને લોકરક્ષક દળની ભરતીની તૈયારી કરતી બહેનો માટે છેલ્લા બે વર્ષથી નિ:શુલ્ક ફિઝિકલ ટ્રેનિંગ અને લેખિત પરીક્ષાની તૈયારી કરાવવાનું ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે,

તે જાણીને અત્યંત આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. થથ અત્રે ઉલેખનીય છે કે, સહદેવસિંહ ઝાલા ભારતીય સેનામાં 28 વર્ષ સુધી રાષ્ટ્રસેવા કર્યા બાદ તેઓ નિવૃત્તિ થયા છે અને હાલમાં તેઓએ દીકરીઓના સશક્તિકરણનું બીડું ઝડપ્યું છે, ખાસ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના મહિલા સશક્તિકરણના વિઝનને અનુસરીને તેઓએ દિકરીઓને દરેક ક્ષેત્રમાં નેતૃત્વ અપાવવા માટે હાલમાં ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. અને કાર્ય વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના સંકલ્પને બળ પૂરું પાડે છે.

અને હાલમાં દીકરીઓ શારીરિક અને માનસિક રીતે સક્ષમ બને તે માટે રનિંગ, ટાઈમ મેનેજમેન્ટ અને ડાયેટ પ્લાન દ્વારા જે તાલીમ આપવામાં આવી રહી છે તે લોકરક્ષક અને પોલીસ ભરતી માટે તૈયારી કરતી દીકરીઓને ખુબજ ઉપયોગી થશે. અને મોરબીના નિવૃત ઓફિસર સહદેવસિંહ ઝાલા દ્વારા જે તાલીમ આપવામાં આવી રહી છે તે અન્ય નિવૃત્ત સૈનિકો અને અધિકારીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.

























