HomeAllમોરબીના મધુપુર ગામે રાજપૂત કરણી સેના દ્વારા ક્ષત્રિય સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સન્માન

મોરબીના મધુપુર ગામે રાજપૂત કરણી સેના દ્વારા ક્ષત્રિય સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સન્માન

મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે શ્રી રાજપૂત કરણી સેનાના મોરબી જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને શ્રી રાજપૂત કરણી સેનાની મોરબી ટીમ દ્વારા મહાનગર પાલિકા અને મોરબી અને માળિયા તાલુકા પંચાયતના ક્ષત્રિય સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું તલવાર અને પાઘડી પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્મમાં શ્રી રાજપૂત કરણીસેના, ગુજરાત રાજપૂત યુવાસંઘ મોરબી શાખા તેમજ જિલ્લા રાજપૂત સમાજના અગ્રણીઓ કાર્યકરો સાથે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના મહાનુભાવોએ હાજરી આપી હતી.

અને આવનારા સમયમાં ક્ષત્રિય સમાજના વડીલો, અગ્રણીઓ દ્વારા રાજપૂત સમાજ માટે સમાજલક્ષી અને સમાજ કલ્યાણ માટે એક બંધારણ બનાવવામાં પણ આવેલ છે. તેની જાહેરાત પણ મેલડીધામ મધુપુરથી આગેવાનો દ્વારા કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments