HomeAllમોરબીમાં વોર્ડ નં. 4 ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન, કોંગ્રેસના 20 કાર્યકરો ભાજપમાં જોડાયા

મોરબીમાં વોર્ડ નં. 4 ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન, કોંગ્રેસના 20 કાર્યકરો ભાજપમાં જોડાયા

મોરબી : મોરબી શહેરમાં આજે વોર્ડ નં. 4 ખાતે ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મોરબી જિલ્લા Bharatiya Janata Partyના આગેવાનો, કાર્યકરો તેમજ વિશાળ સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું હતું.

કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કૉંગેસમાંથી ભાજપમાં સામેલ થયેલા 20 કાર્યકર્તાઓને ભાજપનો ખેસ પહેરાવી સન્માનપૂર્વક પક્ષમાં આવકારવામાં આવ્યા હતા. નવા જોડાયેલા કાર્યકર્તાઓએ ભાજપની નીતિ અને વિકાસકાર્યોમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત ભાજપના અગ્રણીઓએ પોતાના સંબોધનમાં વોર્ડ નં. 4 સહિત સમગ્ર મોરબીમાં ભાજપના ઉમેદવારોને જંગી બહુમતિથી વિજયી બનાવવા આહવાન કર્યું હતું.

સાથે જ મોરબી મહાનગરપાલિકામાં ભાજપની જીતથી ટ્રિપલ એન્જિન સરકાર બનશે અને શહેરના વિકાસકાર્યોને વધુ ગતિ મળશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમ અંતે ઉપસ્થિત કાર્યકરો અને નાગરિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments