HomeAllમોરબીના કૈલાશ એપાર્ટમેન્ટ દ્વારા 1 હજાર લીટર ઠંડી છાસનું વિતરણ

મોરબીના કૈલાશ એપાર્ટમેન્ટ દ્વારા 1 હજાર લીટર ઠંડી છાસનું વિતરણ

મોરબીના શનાળા રોડ ઉપર આવેલા કૈલાશ એપાર્ટમેન્ટના રહેવાસીઓ દ્રારા ગાંધી ચોક ખાતે ઠંડી મસાલા છાશનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતુ.જેમાં બપોરે 11:30 થી 3 વાગ્યા સુધી કૈલાશ એપાર્ટમેન્ટના ભાઈઓ અને બહેનો દ્વારા આ સેવા કાર્ય કરવામાં આવ્યું હતુ.

મોરબીની જાહેર જનતાના લગભગ 5000 લોકોએ આ સેવા કાર્યનો લાભ લીધો હતો.આ સેવા કાર્યમાં 300 કિલો જેટલું ધોરવું લઇ તેમાંથી લગભગ 1000 લીટર જેટલી ઠંડી અને મસાલાવાળી છાસ બનાવી રસ્તા ઉપર આવતા જતા લોકોને હાલની અતિશય કાળઝાળ ગરમીમાં ઠંડક આપવાનું નિસ્વાર્થ સેવા કાર્ય કરવામાં આવ્યું હતુ.

આ તકે કૈલાશ એપાર્ટમેન્ટના પ્રમુખ હેમલભાઈ નિર્મલ દ્વારા સર્વે ફ્લેટ ધારકોનો આ ઉમદા કાર્યમાં સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments