HomeAllપાકિસ્તાનના અણુશસ્ત્રો પર અમેરિકાનો કમાન્ડ અને કન્ટ્રોલ : પુર્વ CIA અધિકારી

પાકિસ્તાનના અણુશસ્ત્રો પર અમેરિકાનો કમાન્ડ અને કન્ટ્રોલ : પુર્વ CIA અધિકારી

નુરખાન એરબેઝ પાસે પાકના અણુમથકોનો કન્ટ્રોલ અમેરિકી જનરલ ધરાવે છે : ભારતના હુમલાથી આ એરબેઝને થયેલા નુકસાન બાદ યુદ્ધવિરામ થયાનું કારણ પણ આ જ હતું : નવો ધડાકો

ઓપરેશન સિંદુર સમયે ભારતે પાકિસ્તાન પર મર્યાદીત હુમલો કર્યો અને બાદમાં ઓપરેશનને સ્થગીત કરી દીધુ તે માટે અમેરિકાની દરમ્યાનગીરી હોવાના એકથી વધુ રિપોર્ટ વચ્ચે અમેરિકાની જાસૂસી એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (સીબીઆઈ)ના એક પુર્વ ટોચના અધિકારીએ ધડાકો કર્યો છે કે વાસ્તવમાં પાકિસ્તાનના અણુશસ્ત્ર મથક નજીક ભારતના હુમલાથી અમેરિકા ચોંકી ઉઠયુ હતું અને તુર્તજ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યુ હતું.


આ અધિકારીએ એવો દાવો કર્યો છે કે, પાકિસ્તાનના અણુમથકો પર અમેરિકાનો પુર્ણ અંકુશ છે અને એક અમેરિકી જનરલ પાકિસ્તાનના અણુશસ્ત્રોના ઈન્ચાર્જ તરીકે કામ કરી રહ્યા છે. સીઆઈએના અધિકારી તરીકે પાકિસ્તાનમાં પણ કામ કરી ચૂકેલા જહોન કીરીઓકુ એ એવો ધડાકો કર્યો કે ભારતે તેના પશ્ર્ચિમી પાડોશી દેશ પર જે હુમલો મર્યાદીત કર્યો તેની પાછળનું મુખ્ય કારણ પાકિસ્તાનના અણુશસ્ત્રો પર અમેરિકાનો કમાન્ડ અને કંટ્રોલ છે અને તેથી જ અમેરિકાએ બંને દેશો વચ્ચેના યુદ્ધમાં મોટો ભડકો ન થાય તે નિશ્ચિત કર્યુ હતું.


આ અધિકારીએ દાવો કર્યો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે લાંબા સમયથી લશ્કરી સહિતના તનાવો છે અને ભૂતકાળમાં યુદ્ધ પણ થઈ ચૂકયા છે તે જોતા અમેરિકાએ પાકિસ્તાનના આ અણુશસ્ત્રોના ભંડાર પર પોતાનો કબ્જો રાખ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદથી થોડે જ દુર નુરખાન એરબેઝ આવેલુ છે અને તે એરબેઝની પાસે જ પાકિસ્તાનના અણુશસ્ત્રોનું મુખ્ય મથક છે.


ભારતે જયારે નુરખાન એરબેઝ પર હુમલો કર્યો ત્યારે પણ અમેરિકાની ચિંતા વધી ગઈ હતી અને કોઈ અણુ લીકેજ થયુ નથી ને તે નિશ્ર્ચિત કરવા અમેરિકી ખાસ વિમાન પાકિસ્તાન પહોંચ્યુ હતું.


આ ઉપરાંત નુરખાન એરબેઝ પર અમેરિકી સેનાનું મહત્વનું મથક છે અને અમેરિકાએ ઈરાન સહિતના દેશો પર જે રીતે કાર્યવાહી કરી છે તેમાં નુરખાન એરબેઝની ભૂમિકા મહત્વની હતી અને અહી અમેરિકી યુદ્ધ વિમાનો પણ પાર્ક થયા છે. સેટેલાઈટ ઈમેજ પણ બતાવતા હતા કે પાકિસ્તાનના
નુરખાન એરબેઝ પર વ્યાપક નુકશાન થયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!