
સ્વદેશી તેમજ રાષ્ટ્રવાદી વિચારધારાઓને વરેલી એવી ઇન્ડિયન લાયન્સ ક્લબના ફાઉન્ડેશન-ડે ની ઉજવણી 2 જી જુલાઈના રોજ ઇડનહીલ્સ ખાતે કરવામાં આવી હતી. 2 જુલાઈ 1995 ના રોજ વડોદરા મુકામે ઇન્ડિયન લાયન કૌશિક બુમિયા તેમજ તેમના અન્ય સાથીઓને ભારતના પૈસા તેમજ અન્ય ડ્યુસ ભારતીયોને જ ઉપયોગમાં આવે તેવા ઉમદા વિચારથી ઇન્ડિયન લાયન્સ ક્લબની સ્થાપના કરવામાં આવી હતી.

જે આજે વટવૃક્ષ બનીને ગુજરાતના અનેક શહેરોમાં પોતાની આગવી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સદાય અગ્રેસર રહી છે.
ભારતીયતાને વરેલા આ વિચારને વધુ આગળ વધારવા તેમજ ઇન્ડિયન લાયન્સનો વ્યાપ વધારવામાં જેમનો સિંહફાળો છે તેવા ઈન્ડિયન લાયન હિતેશભાઈ પંડ્યા તથા ઇન્ડિયન લાયન આશાબેન પંડ્યાનો મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબે ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

આ તકે ઇન્ડિયન લાયન્સ ક્લબ એક ફેમિલી ક્લબ હોવાથી બધાએ સાથે મળીને ઇન્ડિયન લાયન્સ ક્લબના સ્થાપના દિવસની ઉજવણી કેક કટીંગ, ઘણી બધી ગેમો રમાડી તેમજ સંગીતમય ગીતો સાથે ઉજવણી કરી હતી.

2017 માં મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની સ્થાપના થઈ ત્યારથી આજ સુધીમાં મોરબીના મેમ્બર બહેનો તેમજ આ સંસ્થાને આગળ વધારવા માટે તમામ દાતાઓ તેમજ મોરબીની જનતાનો ફાઉન્ડર શોભનાબા ઝાલા, પાસ્ટ પ્રેસિડેન્ટ પ્રીતિબેન દેસાઈ, નયનાબેન બારા, ઇમિડીયેટ પાસ્ટ પ્રેસિડન્ટ મયુરબેન કોટેચા તેમજ હાલના પ્રેસિડેન્ટ ડો. સુષ્માબેન દુધરેજીયાએ ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

























