

ઈરાન યુદ્ધના કારણે ભારતને ઈંધણથી જે કટોકટીનો સામનો કરવો પડયો તેમાં હવે તબકકાવાર રાહત મળવા લાગી છે તથા ઓઈલ-ગેસનો પુરવઠો પણ દેશમાં પહોંચી રહ્યો છે જેથી સરકારે અગાઉ કોમર્શિયલ ગેસ પરના નિયંત્રણો દુર કરી વ્યાપાર-ઉદ્યોગને રાહત આપી છે અને હવે આવતીકાલથી વ્યાપારી ઉપયોગ કરનારાઓ પરના પેટ્રોલ-ડિઝલના નિયંત્રણો પણ દુર થશે.

અગાઉ ઈંધણ અછત સમયે વ્યાપારી વપરાશકર્તાઓ પેટ્રોલ પંપ પરથી જથ્થાબંધ ડિઝલ ખરીદી શકતા ન હતા તથા અન્ય ગ્રાહકોને રોજ-પ્રતિ વાહન 200 લીટર ડિઝલ આપવાની મર્યાદા મુકી હતી જેથી પુરવઠાની સ્થિતિ જળવાઈ રહે તથા કતારો પણ લાગે નહી જે હવે આ 200 લીટરની મર્યાદા દુર થઈ છે. જો કે હજુ ઔદ્યોગીક અને છુટક વપરાશના ડિઝલ વચ્ચે રૂા.40નો પ્રતિ લીટર ભાવ તફાવત છે તે યથાવત રહે છે.

બીજી તરફ હવે સરકારે ભવિષ્યમાં આ પ્રકારની કટોકટી સમયે સપ્લાય ચેઈન જળવાઈ રહે તે માટે નવી બફર સ્ટોક નીતિ અમલી કરવા નિર્ણય લીધા છે. દેશમાં હવે પેટ્રોલીયમ પેદાશોનો પણ અનામત ભંડાર 40 દિવસનો ઉભો કરાશે.

જેમાં ઓડીસામાં ચાંડીકોલ મધ્યપ્રદેશમાં બિના, રાજસ્થાનમાં બીકાનેર, કર્ણાટકમાં મેંગલુરુ અને પાડુરમાં જેમાં ઓડિસામાં તો રિઝર્વ ઉભુ કરવા બાંધકામ સહિતના કોન્ટ્રાકટ પણ આપી દેવાયા જેમાં 4 કરોડ લીટર રિઝર્વ હશે. મધ્યપ્રદેશ તથા રાજસ્થાનમાં 5 કરોડ ટન સ્ટોક માટે આયોજન છે. પેટ્રોલિયમ મંત્રાલયે આ પ્રકારના રિઝર્વ માટે એકશન પ્લાન અમલમાં મુકી દીધા છે તથા સમગ્ર પ્રક્રિયાને ફાસ્ટ ટ્રેક પર મુકી છે.

ભારત પાસે હાલ ત્રણ સ્થળોએ આ પ્રકારના રિઝર્વ છે. જેમાં મેંગલુરુમાં 15 લાખ ટન તથા પાડુરમાં 25 લાખ ટન તથા વિશાખાપટ્ટનમમાં 13 લાખ ટનનો છે. જેનું એક અલગથી તેજની ઈન્ડીયન સ્ટેટેજીક પેટ્રોલિયમ રિઝર્વ લી. સંચાલન કરે છે અને તે ભંડારો પહાડી ક્ષેત્રમાં છે જેથી તેના પર યુદ્ધ સમયે પણ કોઈ પ્રકારે હુમલો મુશ્કેલ બની શકે છે.

પશ્ચીમ એશિયાની કટોકટીએ ભારતને આ પ્રકારે રિઝર્વ ઉપરાંત ક્રુડતેલની સપ્લાય ચેઈન જળવાઈ રહે તે જોવા જઈ રહ્યું છે. ક્રુડના હાલના 9.5 દિવસનો રિઝર્વ વધારી 90 દિવસનો કરાશે.

ચીન 90 દિવસ તો જાપાન 200 દિવસનો રિઝર્વ ધરાવે છે. સરકાર ગત વર્ષ બજેટમાં આ પ્રકારના રિઝર્વ માટે રૂા.5876 કરોડ ફાળવ્યા હતા પણ ફકત 1039 કરોડનો જ ઉપયોગ થયો હતો અને હવે તો આ બજેટ રૂા.200 કરોડનું કરી દેવાયુ છે.



























