રક્ષાબંધન પહેલા ભારતીય પોસ્ટે નવા નિયમો જાહેર કર્યા, સ્પીડ પોસ્ટ દરોમાં કર્યો બદલાવ

ફેસ્ટિવ: સીઝન ખાસ કરીને રક્ષાબંધન અગાઉ ભારતીય પોસ્ટ વિભાગે લાખો ગ્રાહકો માટે તેની સ્પીડ પોસ્ટ સેવાઓને સંચાલિત કરતા નિયમો અને દરોમાં મોટા ફેરફારો કર્યા છે. વિભાગે હવે સ્પષ્ટ કર્યું છે કે કયા સામાનને ‘ દસ્તાવેજો ‘ માનવામાં આવશે અને કોને ‘ પાર્સલ ‘ શ્રેણીમાં રાખવામાં આવશે. આ સાથે જ , સ્પીડ પોસ્ટ સેવાઓ માટે એક નવી રેટ લિસ્ટ (ટેરિફ માળખું) સૂચિત કરવામાં આવી છે. જો તમે વારંવાર પોસ્ટ દ્વારા પત્રો , સત્તાવાર દસ્તાવેજો અથવા સામાન મોકલો છો , તો શિપમેન્ટ બુક કરતા પહેલા આ નવા નિયમોને સમજવા ખૂબ જરૂરી છે. આવો તમને પણ જણાવીએ કે આખરે ભારતીય પોસ્ટ દ્વારા કયા પ્રકારની માહિતીનું આપવામાં આવી છે.

પોસ્ટ વિભાગે પ્રથમ વખત ‘ દસ્તાવેજો ‘ ની વ્યાખ્યા અધિસૂચિત કરી છે , જેમાં પત્રો , છાપેલી સામગ્રી અને સહાયક વસ્તુઓનો સમાવેશ થાય છે જેનું કોઈ પુનર્વેચાણ મૂલ્ય નથી. આવી વસ્તુઓ પર ઓછો પોસ્ટલ શુલ્ક લાગશે , જ્યારે અન્ય તમામ વસ્તુઓ ‘ પાર્સલ ‘ શ્રેણી હેઠળ આવશે. આ સાથે જ વિભાગે છૂટક અને જથ્થાબંધ ગ્રાહકો માટે ‘સ્પીડ પોસ્ટ 24’ અને ‘સ્પીડ પોસ્ટ 48’ સેવાઓ માટેના દરો પણ અધિસૂચિત કર્યા છે ; આ સેવાઓ અનુક્રમે 24 કલાક અને 48 કલાકની અંદર ડિલિવરીનું વચન આપે છે.

સૂચના અનુસાર , બેંકિંગ , નાણાકીય સેવાઓ અને વીમા ( BFSI) ક્ષેત્ર સાથે સંબંધિત ઉત્પાદનો- જેમ કે વેલકમ કીટ , પત્રો , પાસબુક , ચેકબુક , બેંક સ્ટેટમેન્ટ , પ્લાસ્ટિક કાર્ડ અને ડેબિટ/ક્રેડિટ કાર્ડને દસ્તાવેજો તરીકે વર્ગીકૃત કરવામાં આવશે. આ ઉપરાંત PAN કાર્ડ , આધાર કાર્ડ , મતદાર ID કાર્ડ , પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સરકારી દસ્તાવેજો પણ આ શ્રેણીમાં આવશે. રાખડીના પરબિડીયા, પેકેટ અને શુભેચ્છા કાર્ડ જેવા 500 ગ્રામ સુધીના બિન-વાણિજ્યિક પેકેટોને પણ દસ્તાવેજો ગણવામાં આવશે. અધિસૂચના મુજબ , ‘ નોટ- 1’ માં ઉલ્લેખિત વસ્તુઓ સિવાયની બધી વસ્તુઓ પાર્સલ શ્રેણી હેઠળ મોકલવામાં આવશે. છૂટક ગ્રાહકો માટે હાલના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી ; જોકે , ‘ દસ્તાવેજ’ શ્રેણીમાં જથ્થાબંધ બુકિંગ માટે નવા દરો અધિસૂચિત કરવામાં આવ્યા છે.

1 ઓગસ્ટથી , છૂટક ગ્રાહકો માટે ‘ 24 કલાક સ્પીડ પોસ્ટ ‘ સેવા માટે ચાર્જ વજન અને અંતરના આધારે પ્રતિ પેકેટ ₹ 38 થી ₹ 186 સુધી થશે. તો, 50 ગ્રામથી ઓછા વજનવાળા પેકેટ માટે સ્થાનિક પોસ્ટલ ચાર્જ ₹ 38 હશે , જ્યારે દેશવ્યાપી દર ₹ 94 (વત્તા GST) હશે. અધિસૂચના અનુસાર , 51-250 ગ્રામ માટે પ્રતિ પેકેટ ₹ 118– ₹ 154 અને 251-500 ગ્રામ માટે પ્રતિ પેકેટ ₹ 140– ₹ 186 પોસ્ટલ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. તો , જથ્થાબંધ ગ્રાહકો માટે , 24 કલાક સ્પીડ પોસ્ટ સેવા માટે ચાર્જ ₹ 38 થી ₹ 100 અને 48 કલાક સેવા માટે , તે ₹ 48 થી ₹ 72 સુધીનો રહેશે.

ટપાલ વિભાગે જણાવ્યું હતું કે ‘ 48 કલાક સ્પીડ પોસ્ટ ‘ સેવા હેઠળ , છૂટક ગ્રાહકો પાસેથી વજન અને ગંતવ્ય સ્થાનના આધારે પ્રતિ પેકેટ ₹ 61 થી ₹ 121 સુધીનો ચાર્જ લેવામાં આવશે. હાલમાં , 24 કલાક અને 48 કલાકની સ્પીડ પોસ્ટ સેવાઓ દેશના માત્ર છ શહેરો દિલ્હી , મુંબઈ , ચેન્નાઈ , કોલકાતા , બેંગલુરુ અને હૈદરાબાદમાં જ ઉપલબ્ધ છે. ભારતીય પોસ્ટનો ઉદ્દેશ

ટપાલ વિભાગની આ પહેલનો હેતુ સ્પીડ પોસ્ટ સેવાને વધુ આધુનિક , પારદર્શક અને કાર્યક્ષમ બનાવવાનો છે. હવે , જ્યારે પણ તમે સ્પીડ પોસ્ટ દ્વારા કોઇ ટપાલ મોકલો છો , ત્યારે એ ધ્યાનમાં રાખો કે જો પરબિડીયુંમાં કાગળ સિવાયની કોઈપણ વસ્તુ હશે , તો તેની બુકિંગ પાર્સલ તરીકે થશે. સચોટ માહિતી અને યોગ્ય શ્રેણી સાથે બુકિંગ કરાવવાથી તમારી ટપાલ કોઈપણ વિક્ષેપો વિના સમયસર તેના ગંતવ્ય સ્થાને પહોંચશે.