
જરાતમાં મેઘરાજાએ અષાઢી બીજનું શુકન સાચવ્યું હોય તેમ રાજ્યના 112 તાલુકામાં હળવો-મધ્યમ વરસાદ થયો હતો. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીનો કુલ વરસાદ 25.52 ટકા થયો છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના રીપોર્ટ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 27 જિલ્લાના 112 તાલુકામાં હળવો-મધ્યમ વરસાદ થયો હતો. સૌથી વધુ 57 મીમી પડધરીમાં નોંધાયો હતો. ડાંગ, વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા તથા ભરૂચ જેવા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઝાપટાથી માંડીને બે ઇંચ વરસાદ નોંધાયો હતો. સુરતના કામરેજમાં 46 મીમી તથા બારડોલી-માંગરોળમાં 38 મીમી અને અરેઠમાં 24 મીમી પાણી વરસ્યું હતું.

કચ્છના રાપરમાં 43 મીમી તથા ભચાઉમાં 16 મીમી પાણી વરસ્યું હતું. ઉત્તર ગુજરાતના જિલ્લા કોરા જ હતા. મધ્ય ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં છુટા છવાયા વરસાદ સિવાય સર્વત્ર કોરૂ જ વાતાવરણ હતું.

સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, બોટાદ જેવા જિલ્લાઓમાં હળવો વરસાદ હતો. રાજ્યમાં ચોમાસાની સિઝનનો કુલ વરસાદ 25.52 ટકા થયો છે. પાંચ તાલુકા હજુ કોરાધાકોડ છે અને 25માં પૂરો બે ઇંચ વરસાદ પણ નોંધોય નથી. 83 જિલ્લામાં બે થી પાંચ ઇંચ સુધીનો જ વરસાદ છે. ઝોનવાઇઝ વરસાદ પર નજર કરવામાં આવે તો કચ્છમાં 3.32 ટકા, ઉતર ગુજરાતમાં 14.42 ટકા, મધ્ય ગુજરાતમાં 18.10 ટકા, સૌરાષ્ટ્રમાં 28.67 ટકા તથા દક્ષિણ ગુજરાતમાં 35.76 ટકા વરસાદ થયો છે.

બીજી તરફ આજે સવારથી દક્ષિણ ગુજરાત સિવાય ક્યાંય વરસાદ ન હતો સવારે 6 થી 8માં પારડીમાં સૌથી વધુ 11મીમી વરસાદ હતો. નવસારી, ભરુચ, સુરત, ડાંગમાં ઝાપટા હતા.
દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ઝાપટાથી માંડીને હળવો-મધ્યમ વરસાદ થતાં વધુ વરસાદની આશા બંધાઇ છે. ખાસ કરીને કિસાનોમાં નવી આશાનો સંચાર થયો છે. જો કે, કૃષિ ક્ષેત્રના નિષ્ણાંતો એવો નિર્દેશ કરે છે. આ છુટા છવાયા વરસાદથી નવી વાવણી શક્ય નથી પરંતુ અગાઉ વાવેતર થઇ ગયું હોય તેના પર આ વરસાદ અમૃતવર્ષા જેવો બની શકે છે. મહિનાના આરંભે વરસાદી રાઉન્ડ પછી જ્યાં વાવેતર થયા હતા અથવા આગોતરી વાવણી થઇ હતી તેના માટે વરસાદ સારો છે પરંતુ વાવણી બાકી હોય તેવા વિસ્તારોમાં આ વરસાદથી વાવેતર કરવાનું જોખમ ખેડૂતો લ્યે તેવી સંભાવના નથી.

સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, ભાવનગર, પડધરીથી જામનગર પટ્ટી, કચ્છ તથા સમજી ઉતર ગુજરાતના જિલ્લાઓ હજુ વાવણી વિહોણા જ છે ખેડૂતો સાર્વત્રિક-સારા વરસાદની પ્રતિક્ષામાં છે.



















