HomeAllફાઈટર જેટ એન્જિન બનાવશે રિલાયન્સ-રોલ્સ રોયસ

ફાઈટર જેટ એન્જિન બનાવશે રિલાયન્સ-રોલ્સ રોયસ

નવી દિલ્હી: ભારતના 5મી પેઢીના લડાયક વિમાનને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને રોલ્સ-રોયસ સાથે મળીને ભારતમાં અત્યાધુનિક મધ્યમ લડાયક વિમાન (AMCA – એએમસીએ) નું એન્જિન તૈયાર કરશે. બંને કંપનીઓએ શુક્રવારે આ માટે એક વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી. આ ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની કંપની અને બ્રિટનની પ્રખ્યાત વિમાન એન્જિન ઉત્પાદક કંપની દ્વારા દેશમાં સ્વદેશી લડાયક-જેટ પ્રોપલ્શન (પ્રણોદન) ક્ષમતા વિકસાવવાનો પ્રયાસ છે. આ ભાગીદારી હેઠળ એન્જિનના ડિઝાઇન, વિકાસ, નિર્માણ અને પુરવઠામાં સાથે મળીને કામ કરવાનો વ્યૂહાત્મક ઈરાદો વ્યક્ત કરવામાં આવ્યો છે.

કંપનીઓ દેશમાં એરોસ્પેસ ગેસ ટર્બાઇન પરિસર બનાવવાની સંભાવનાઓ તપાસશે. આ પાવર અને પ્રોપલ્શન ટેકનોલોજીના ઉત્કૃષ્ટતા કેન્દ્ર (Center of Excellence) તરીકે વિકસિત થશે. રોલ્સ-રોયસની વિમાન એન્જિન ટેકનોલોજી અને વિશેષજ્ઞતાને રિલાયન્સની ટેકનોલોજી, ઉત્પાદન અને મોટા પાયે પ્રોજેક્ટ પૂરો કરવાની ક્ષમતા સાથે જોડવામાં આવશે. બંને કંપનીઓએ કરી ભાગીદારીની જાહેરાત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જણાવ્યું હતું કે, આ ભાગીદારી ભારતમાં એરો-એન્જિનનો મજબૂત પાયો તૈયાર કરવા માટે રોલ્સ-રોયસની વિશેષજ્ઞતાને રિલાયન્સની ટેકનોલોજી, ઉત્પાદન અને પ્રોજેક્ટને અમલમાં મૂકવાની ક્ષમતા સાથે જોડશે. રોલ્સ-રોયસે આને આત્મનિર્ભર એરોસ્પેસ ક્ષેત્ર તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું.

5મી પેઢીનું લડાયક વિમાન ભારતમાં જ બની રહ્યું છે ભારતમાં બનનારા 5મી પેઢીના લડાયક વિમાન એટલે કે AMCA ના પ્રોડક્શન મોડેલને ગયા વર્ષે મે મહિનામાં મંજૂરી મળી હતી, જેના પર કામ ચાલી રહ્યું છે. AMCA ને ભારતીય વાયુસેના અને નૌકાદળ (નેવી) માં તૈનાત કરવાની યોજના છે. આ 2035 સુધીમાં ઉપલબ્ધ થઈ શકશે. આગળની પણ મોટી યોજન કંપનીઓએ સ્પષ્ટ કર્યું કે, આ ભાગીદારી માત્ર સેનાના લડાયક વિમાનો સુધી સીમિત નહીં રહે. આવનારા સમયમાં આના દ્વારા સામાન્ય પેસેન્જર વિમાન (યાત્રી પ્લેન) અને નવી ઈલેક્ટ્રિક પ્રણાલીઓ બનાવવાના ક્ષેત્રમાં પણ સાથે મળીને કામ કરવામાં આવશે. આનો ફાયદો એ થશે કે ભવિષ્યમાં ભારતના ઘરઆંગણે પેસેન્જર વિમાનોને પણ દેશમાં જ બનેલા ‘મેડ ઈન ઈન્ડિયા’ એન્જિનોનો વિકલ્પ મળી શકશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments