HomeAllગુજરાતઃ ૩ વર્ષમાં બેંક ફ્રોડથી ૩૭૦૮ કરોડની છેતરપીંડી

ગુજરાતઃ ૩ વર્ષમાં બેંક ફ્રોડથી ૩૭૦૮ કરોડની છેતરપીંડી

નવી: દિલ્‍હી તા. ૪: ગુજરાતમાં બેંક ફ્રોડની ઘટનામાં તોતિગ ઉછાળો આવ્‍યો છે. છેલ્‍લા ૩ વર્ષમાં રાજ્‍યમાં બેંક ફ્રોડથી ૩૭૦૮ કરોડની છેતરપિડી કરવામાં આવી છે , જ્‍યારે તેની સામે વસૂલાતનો દર માત્ર ૨. ૬ ટકા જ છે. બેંક ફ્રોડમાં ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે અને મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે હોવાનો આરબીઆઈના રિપોર્ટમાં ખુલાસો થયો છે.

ડેટા દર્શાવે છે કે દર વર્ષે નોંધાયેલા છેતરપિડીના કેસોની સંખ્‍યા સતત વધી રહી છે, પરંતુ નિષ્‍ણાતો માને છે કે આ આંશિક રીતે સુધારેલ રિપોર્ટિંગ સિસ્‍ટમ અને વધેલી જાહેર જાગૃતિને કારણે છે. જો કે, અધિકારીઓ ચેતવણી આપતા રહે છે કે હજારો લોકો, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, હજુ પણ ઓનલાઈન બેંકિગ કૌભાંડોનો ભોગ બની રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે , ફ્રોડની રકમમાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં સાયબર ફ્રોડની રકમ રૂ. ૯૮૬.

૨ કરોડથી ૩૦. ૪% વધીને ૨૦૨૪-૨૫માં રૂ. ૧,૨૮૫. ૯ કરોડ થઈ હતી, જે ૨૦૨૫-૨૬માં ૧૧. ૬% વધીને રૂ.

૧,૪૩૫. ૬ કરોડ સુધી પહોંચી હતી. એકંદરે, ત્રણ વર્ષ પહેલાંની સરખામણીએ નોંધાયેલી છેતરપિંડીનું મૂલ્‍ય ૪૫. ૬% વધી ગયું છે. આ ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન માત્ર મહારાષ્ટ્ર , દિલ્‍હી, પ ヘ મિ બંગાળ , તેલંગાણા અને તમિલનાડુમાં જ ગુજરાત કરતાં વધુ છેતરપિંડી નોંધાઈ છે.

મહારાષ્ટ્ર રૂ. ૩૨,૨૯૭. ૯ કરોડ સાથે યાદીમાં ટોચ પર છે, ત્‍યારબાદ દિલ્‍હી રૂ. ૧૬,૩૯૬. ૬ કરોડ સાથે બીજા અને પ ヘ મિ બંગાળ રૂ.

૧૦ ,૩૦૯. ૬ કરોડ સાથે ત્રીજા ક્રમે છે. સૂત્રોએ જણાવ્‍યું હતું કે , છેલ્‍લાં ચાર-પાંચ વર્ષમાં બેંકિગ ફ્રોડના ટ્રેન્‍ડમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. લોકો હજુ પણ નકલી APK લિક્‍સ , બેંક અધિકારી બનીને આવતા બોગસ ધ્‍ળ્‍ઘ્‍ અપડેટના મેસેજ અને ક્રેડિટ કાર્ડ ઓફર કે બિલ પેમેન્‍ટના બહાને બેંકિગ વિગતો શેર કરીને ઠગાઈનો ભોગ બની રહ્યા છે. ભોગ બનનારાઓમાં મોટી સંખ્‍યામાં વૃદ્ધો છે જેઓ ટેકનોલોજીથી બહુ પરિચિત નથી.

છેતરપિંડીના નાણાં પાછા મેળવવા અંગે સૂત્રોએ જણાવ્‍યું હતું કે જો પીડિત વ્‍યક્‍તિ ફ્રોડ થયાના પહેલા એક કલાક (ગોલ્‍ડન અવર) ની અંદર જ સાયબર ક્રાઇમ હેલ્‍પલાઇન પર જાણ કરે તો નાણાં ફ્રીઝ થવાની કે પરત મળવાની વધારે શક્‍યતા રહે છે. સમયસર રિપોર્ટિગ કરવાથી બેંકો અને અન્‍ય એજન્‍સીઓ ઝડપથી કાર્યવાહી કરી શકે છે. જોકે , ઘણા પીડિતો પોલીસ કે સાયબર હેલ્‍પલાઇનનો સંપર્ક કરવામાં વિલંબ કરે છે, જેનાથી પૈસા પાછા મળવાની શક્‍યતા ઘટી જાય છે. આંકડા મુજબ ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન દેશના મુખ્‍ય ૬ રાજ્‍યોમાં કુલ રૂ. ૭૨ ,૦૦૦ કરોડથી વધુની છેતરપિડી થઈ છે, જેમાં ગુજરાત પણ આ મોટા મૂલ્‍ય ધરાવતા રાજ્‍યોની યાદીમાં સામેલ છે.

રિકવરી વધવા છતાં, કુલ છેતરપિડીની રકમમાંથી ખૂબ જ નાનો હિસ્‍સો પાછો મેળવી શકાયો હતો. ગુજરાતમાં છેલ્‍લા ત્રણ નાણાકીય વર્ષોમાં નોંધાયેલા રૂ. ૩,૭૦૭. ૬૭ કરોડના ફ્રોડમાંથી બેંકો માત્ર રૂ. ૯૬.૫૮ કરોડ એટલે કે માંડ ૨. ૬% જ રિકવર કરી શકી હતી. અન્‍ય મોટા રાજ્‍યોમાં પણ સ્‍થિતિ આવી જ છે. મહારાષ્ટ્ર રૂ. ૩૨ ,૨૯૭.

૯ કરોડમાંથી ૩% રકમ જ રિકવર કરી શક્‍યું હતું, જ્‍યારે કર્ણાટકનો રિકવરી રેટ ૨. ૩% રહ્યો હતો. પ ヘ મિ બંગાળ આમાં અપવાદ રહ્યું હતું , જેણે આ સમયગાળા દરમિયાન રૂ. ૧૦,૩૦૯. ૬ કરોડમાંથી ૧૬.

૧% રકમ રિકવર કરી હતી. આમ છતાં, છેલ્‍લા ત્રણ નાણાકીય વર્ષોમાં ગુજરાત અન્‍ય મોટા ઔદ્યોગિક રાજ્‍યો જેમ કે કર્ણાટક રૂ. ૨,૯૧૬ કરોડ, ઉત્તર પ્રદેશ રૂ. ૨,૬૯૯. ૭ કરોડ અને પંજાબ રૂ. ૨,૨૫૩. ૯ કરોડ કરતાં ફ્રોડની રકમમાં આગળ રહ્યું હતું.

RELATED ARTICLES

Most Popular

Recent Comments