HomeAllજરૂરિયાતમંદ પરિવારો સાથે દિવાળીની ખુશીઓ વહેંચી અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપે કરી સેવાભાવી ઉજવણી

જરૂરિયાતમંદ પરિવારો સાથે દિવાળીની ખુશીઓ વહેંચી અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપે કરી સેવાભાવી ઉજવણી

મોરબી : મોરબીમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજસેવામાં યોગદાન આપતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા દિવાળીના પર્વની અનોખી અને સેવાભાવી ઉજવણી કરવામાં આવી હતી. ગ્રુપની બહેનો દ્વારા મોરબી શહેરના લીલાપર રોડ, નેક્સેસ સિનેમા સામેના વિસ્તાર તેમજ આવાસ સહિતના વિસ્તારોમાં જરૂરિયાતમંદ પરિવારોને મીઠાઈ અને નાના બાળકોને ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

દિવાળીના પર્વ નિમિત્તે મળેલી આ ભેટથી બાળકોના ચહેરા પર ખુશી અને સ્મિત છવાઈ ગયું હતું. સમાજના આર્થિક રીતે નબળા પરિવારો પણ દિવાળીના પર્વની ખુશીઓ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી શકે તેવા ઉમદા હેતુથી આ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.

તહેવારની ખુશીઓ જરૂરિયાતમંદ પરિવારો સાથે વહેંચીને માનવતા અને સેવાભાવનાનો સંદેશ આપતી આ પહેલથી દિવાળીના પર્વને વધુ યાદગાર બનાવવામાં આવ્યો હતો..

આ સેવાકાર્યમાં અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપનાં પ્રમુખ હેતલબેન પટેલ સહિત ગ્રુપની બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ સેવાભાવના અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

RELATED ARTICLES

Most Popular

Recent Comments