HomeAllમોરબીમાં ‘એકતા એજ લક્ષ સંગઠન’ની સેવાભાવી પહેલ, જરૂરિયાતમંદ બાળકોને ફટાકડાનું વિતરણ

મોરબીમાં ‘એકતા એજ લક્ષ સંગઠન’ની સેવાભાવી પહેલ, જરૂરિયાતમંદ બાળકોને ફટાકડાનું વિતરણ

દિવાળીના પર્વે આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ

મોરબી: દિવાળીનો તહેવાર પ્રકાશ, આનંદ અને ખુશીઓ વહેંચવાનો પર્વ છે. આ પર્વની ખુશીઓ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે અને આર્થિક રીતે નબળા પરિવારોનાં બાળકો પણ દિવાળીની ઉજવણી ઉત્સાહભેર કરી શકે તેવા ઉમદા આશય સાથે મોરબીના ‘એકતા એજ લક્ષ સંગઠન’ દ્વારા સેવાભાવી પહેલ કરવામાં આવી હતી. સંગઠન દ્વારા આર્થિક રીતે અસહાય અને નબળી પરિસ્થિતિ ધરાવતા હિન્દુ પરિવારોનાં બાળકોને દિવાળીના પર્વ નિમિત્તે ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

દિવાળીના પર્વે ફટાકડા પ્રાપ્ત થતાં જ બાળકોના ચહેરા પર ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. બાળકોની આ નિર્દોષ ખુશી અને ઉત્સાહે સમગ્ર કાર્યક્રમને આનંદમય બનાવ્યો હતો. સમાજના જરૂરિયાતમંદ વર્ગ સુધી તહેવારની ખુશીઓ પહોંચાડવાના સંગઠનના આ પ્રયાસની સરાહના થઈ રહી છે.

‘એકતા એજ લક્ષ સંગઠન’ દ્વારા કરવામાં આવેલી આ પહેલ સમાજમાં સેવા, સહકાર અને માનવતાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. તહેવારોની સાચી ઉજવણી ત્યારે જ સાર્થક બને છે, જ્યારે ખુશીઓ દરેકના જીવનમાં પ્રકાશ પાથરે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments