
રાજ્યમાં: ધીમે ધીમે ગુલાબી ઠંડીના ચમકારા વચ્ચે ફરી માવઠાની આગાહી થઇ છે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ નવેમ્બર મહિનાના બીજા પખવાડિયાથી હવામાનમાં મોટા ફેરફારો જોવા મળશે. તેમના અનુમાન મુજબ, આગામી ૧૫ નવેમ્બર બાદ પશ્ચિમી વિક્ષેપો (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સક્રિય થવાને કારણે વાતાવરણમાં પલટો આવશે. ખાસ કરીને ૧૮ નવેમ્બર બાદ અને ૨૨ નવેમ્બરની આસપાસ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની પ્રબળ શક્યતા છે. આ માવઠાની અસર હેઠળ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગો ઉપરાંત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે.

આ ઉપરાંત, દક્ષિણ ભારતમાં બદલાતા હવામાનની સીધી અસરને કારણે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આમ, નવેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં રાજ્યના અનેક ભાગોમાં માવઠાની સ્થિતિ સર્જાઈ શકે છે

























