સેવા પરમો ધર્મની ભાવના સાથે જરૂરિયાતમંદો અને અબોલ જીવોની સેવા કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

દિવાળીનો: પર્વ માત્ર પ્રકાશ અને ખુશીઓનો જ નહીં, પરંતુ સેવાભાવ અને માનવતાને ઉજાગર કરવાનો પણ તહેવાર છે. આ ભાવનાને સાર્થક કરતા પરહિતકર્મ ગ્રુપના મિત્રો દ્વારા દિવાળીના પાવન પર્વ નિમિત્તે પ્રેરણાદાયી સેવાકાર્ય કરવામાં આવ્યું હતું.

ગ્રુપના સભ્યોએ જરૂરિયાતમંદ પરિવારોને મીઠાઈનું વિતરણ કરી તેમના જીવનમાં દિવાળીની ખુશીઓ વહેંચી હતી. સાથે જ ૫૧ નાળિયેરમાં કીડીયારું પૂરી જીવદયાનું ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અબોલ પ્રાણીઓ પ્રત્યે કરુણા અને પ્રેમની ભાવના વ્યક્ત કરતા કુતરાઓને દૂધ પિવડાવી તેમની સેવા કરવામાં આવી હતી.

પરહિતકર્મ ગ્રુપના મિત્રો દ્વારા કરવામાં આવેલ આ સેવાકાર્ય ‘સેવા પરમો ધર્મ’ના સિદ્ધાંતને સાચા અર્થમાં સાર્થક કરે છે. તહેવારની ઉજવણી સાથે સમાજના જરૂરિયાતમંદ લોકો અને અબોલ જીવોની સેવા કરવાનો આ પ્રયાસ સમાજમાં માનવતા, કરુણા અને જીવદયાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.
























